તાલુકા પંચાયતોમાં પ્રમુખ ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારોની નિમણૂક અંગે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા અધિસુચના બહાર પડાઈ…
મોરબી જિલ્લાની મોરબી, માળીયા-મીયાણા, ટંકારા, વાંકાનેર અને હળવદ તાલુકા પંચાયતોના પ્રમુખ, ઉપપ્રમુખની ચૂંટણી માટે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા અધિસુચના બહાર પાડવામાં આવી છે. જેમાં આગામી તારીખ 17 ના રોજ તમામ તાલુકા પંચાયતની પ્રથમ બેઠક બોલાવવા નકકી કરેલ છે…
મોરબી જિલ્લા વિકાસ અધિકારી દ્વારા તાલુકા પંચાયતના નવા ચૂંટાયેલા તમામ સભ્યોને નોટિસ પાઠવી આગામી તા.17ના રોજ તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપ પ્રમુખની ચૂંટણી યોજવા બેઠક બોલાવવા જણાવાયું છે. આ અંગેની નોટીસ તમામ તાલુકા પંચાયતના સભ્યોને મોકલી અપાયેલ છે…
સભ્યોને પ્રમુખ, ઉપપ્રમુખની ઉમેદવારી માટે નિયત નમુનાના ફોર્મ જે તે તાલુકા પંચાયત કચેરીથી મેળવવાના રહેશે અને બે ફોર્મ ભરીને પ્રથમ બેઠકના અગાઉના દિવસે એટલે કે તા. 16ના રોજ સવારે 11 થી 2 કલાક સુધીમાં ભરીને જે તે તાલુકા વિકાસ અધિકારીને પહોંચતા કરવાના રહેશે. ઉમેદવારી પત્રોની ચકાસણી કચેરીમાં તા.16ના રોજ બપોરે 2 કલાકે કરવામાં આવશે…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/Hpo1NX3xfPNGBiOIH1pAjL