વાંકાનેર તાલુકા કક્ષાએ બી.આર.સી. કક્ષાનું ગણિત-વિજ્ઞાન પ્રદર્શન યોજાયુ હતું. જેમાં વાંકાનેર તાલુકાની વઘાસીયા પ્રાથમિક શાળાના બાળકોએ ઉષ્મા ઉર્જામાંથી યાંત્રિક ઉર્જામાં રૂપાંતરિત કરતો પ્રોજેકટ રજુ કર્યો હતો. જે પ્રોજેક્ટ સૌ પ્રથમ સી.આર.સી. કક્ષાએ પ્રથમ નંબરે આવ્યા બાદ વાંકાનેર તાલુકા કક્ષાએ પણ પ્રથમ ક્રમે આવી હતી…

આ ગણિત-વિજ્ઞાન પ્રદર્શન જોવા આવતા બાળકો, વાલીઓ અને શિક્ષકો માટે આ કૃતિ આકર્ષણનું કેન્દ્ર બની હતી. આ કૃતિમાં ક્યાંય ૫ણ મોટર મુકવામાં નહોતી આવી છતાં ૫ણ ફકત એક લેમ્પની ગરમીને કારણે એક ચક્ર સતત ફર્યે રાખતું હતું અને તેના થકી ‘વઘાસીયા પ્રાથમિક શાળા’ એવુ નામ રંગીન અક્ષરો સાથે ૫ડદા પ્રતિબિંબિત થતું હતું. જે પ્રોજેક્ટ બી.આર.સી. કક્ષાએ બાળકો માટે આ કુતુહલનો વિષય બની ગયો હતો.‌..

બાબતે પ્રોજેક્ટની વિશેષ માહિતીમાં આ આ સમગ્ર કૃતિ ફક્ત ૬૦ રૂપિયામાં બની હતી અને એ માટે શાળાના ત્રણ શિક્ષકો અલ્પેશભાઇ દેશાણી, નરેશભાઇ જગોદણા અને મીનાક્ષીબેન કાચરોલાએ મહેનત કરીને બાળકોને આ કૃતિ બનાવવા માટે પ્રેરિત કર્યા હતા. શાળાની બાળાઓ મીરાલી ઝાલા અને અર્પિતા ઝાલાએ જોવા આવનાર તમામ બાળકો અને મહેમાનોને આ કૃતિના સિદ્ધાંતો સમજાવ્યા હતા. જે કૃતિ હવે મોરબી જિલ્લા કક્ષાએ ભાગ લેનાર છે.

આ તકે રામકૃષ્ણનગર તાલુકા શાળાના આચાર્યશ્રી હસમુખરાય મકવાણા, સી.આર.સી. કો.ઓશ્રી મહંમદજાવીદ બાદી, બી.આર.સી. કો.ઓ મયુરસિંહ પરમાર, વાંકાનેર શૈક્ષિક સંઘના પ્રમુખ અશોકભાઇ સતાસીયા, સંઘ પ્રમુખ યુવરાજસિંહ વાળા, ટી.પી.ઓ મંગુભાઇ પટેલ, આગેવાન મહાવીરસિંહ ઝાલા, તાલુકા પંચાયત પ્રમુખ ઘર્મેન્દ્રસિંહ ઝાલા અને ઘારાસભ્ય જીતુભાઇ સોમાણી સહિતના ઉપસ્થિત રહી બાળકોની કૃતિઓ નિહાળી પ્રોત્સાહન પુરૂં પાડ્યું હતું…

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/JaNtfP7Okw09RVWit8eWD1

 

error: Content is protected !!