હદ થઈ ગઈ : તળાજાના નેસવાડ ગામની પ્રાથમિક શાળામાંથી વાર્ષિક પરીક્ષાનાં પેપર ચોરાયાં, પરીક્ષા રદ…..

0

ગુજરાતમાં ભરતી પરીક્ષાનાં પેપરો ફૂટવાની ઘટના બાદ બોર્ડની પરીક્ષાનાં પેપરો ફૂટવાની ઘટના તાજેતરમાં સામે આવી હતી. ત્યાર બાદ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં બીકોમ સેમ-6નું ઈકોનોમિક્સનું પેપર પરીક્ષાના એક કલાક પહેલાં ફૂટ્યું હોવાનું પણ સામે આવ્યું હતું…

ત્યારે હવે ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાની નેસવાડ પ્રાથમિક શાળામાંથી વાર્ષિક પરીક્ષાના પ્રશ્નપત્રની ચોરી થવાની ઘટના સામે આવી છે. પ્રશ્નપત્રની ચોરી થતાં 22 અને 23 એપ્રિલે યોજાનારી ધોરણ 7ની પરીક્ષા રદ કરવામાં આવી છે. આ બાબતે સ્કૂલના પ્રિન્સિપાલે મોડી રાત્રે પોલીસ ફરિયાદ કરી છે….

તળાજા તાલુકાની નેસવાડ પ્રાથમિક શાળામાંથી વાર્ષિક પરીક્ષાના પ્રશ્નપત્રની ચોરી થતાં સ્કૂલના પ્રિન્સિપાલ દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી છે.જેથી પોલીસે આ દિશામાં તપાસ શરૂ કરી છે. વિદ્યાર્થીઓના વિશાળ હિતમાં 22 અને 23 એપ્રિલના રોજ યોજાનારી ધોરણ 7ની પરીક્ષા રદ કરવામાં આવી છે. સોમવારથી રાબેતા મુજબ ધોરણ 7ની પરીક્ષા યોજવાની રહેશે. અન્ય ધોરણોની પરીક્ષા અગાઉથી આપેલા સમયપત્રક મુજબ લેવાની રહેશે. હાલમાં ભાવનગર LCB સહિત પોલીસકાફલો નેસવાડ સ્કૂલમાં તપાસ માટે પહોંચી ગયો છે…

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/EWKXbrU4DOy47Aw6sqSGm7