સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના મહિલા સદસ્યના પતિની કાર વાંકાનેર તાલુકાના રસિકગઢ ગામના બસ સ્ટેન્ડ નજીક અચાનક કોઈ કારણસર કાર નાલા નીચે પલટી મારી જતાં કારમાં બેઠેલા સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના મહિલા સદસ્યના પતિનું મૃત્યુ થયું હતું જેથી આ બનાવની વાંકાનેર સીટી પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેર નજીક આવેલ રસિકગઢ ગામના બસ સ્ટેન્ડ પાસેથી પસાર થતી હુંડાઈ વેન્યુ કાર નંબર GJ 13 AR 3779 નેશનલ હાઈવે પર અચાનક કોઈ કારણસર નાલા નીચેના ભાગમાં આ પલ્ટી મારી ગઇ હતી જેથી આ કારમાં બેઠેલ સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના મહિલા સદસ્ય શેતલબેન સાપરાના પતિ જોરુભાઈ સોમાભાઈ સાપરા (ઉ.વ. 39, રહે. બ્રહ્મ સમાજ સોસાયટી, વાંકાનેર)ને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી જેમાં તેમનું મોત થયું હતું…

આ બનાવમાં હાલમાં મૃતકના પત્ની શેતલબેન જોરુભાઈ સાપરાએ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બનાવની નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/ITdstyiYTKV5TlRSErDyet

error: Content is protected !!