મોરબી જિલ્લામાં 84.17 % પરિણામ સાથે પીપળીયારાજ કેન્દ્ર બીજા ક્રમે, અને ટંકારા કેન્દ્ર ત્રીજા સ્થાને…
આજે વહેલી સવારે ગુજરાત બોર્ડ દ્વારા લેવાયેલ ધોરણ 10 ની પરિક્ષાના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે જેમાં મોરબી જિલ્લો 73.79 % પરિણામ સાથે રાજ્યમાં બીજો ક્રમ મેળવ્યો છે, માર્ચ 2022માં લેવાયેલ ધોરણ 10ની પરીક્ષામાં મોરબી જિલ્લાનું સરેરાશ 73.79 ટકા પરિણામ જાહેર થયું છે, જેમાં જિલ્લાના કુલ 304 વિદ્યાર્થીઓએ A-1 ગ્રેડ મેળવ્યો છે…
માર્ચ 2022માં લેવાયેલ ધોરણ 10ની પરીક્ષામાં મોરબી જિલ્લાના કુલ 11,535 વિદ્યાર્થીઓ નોંધાયેલ હતા, જેમાંથી 11421 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. આજે જાહેર થયેલ પરિણામ મુજબ જિલ્લાનું સરેરાશ પરિણામ 73.79 ટકા જાહેર થયું છે. જે સમગ્ર રાજ્યમાં સૌથી ઉંચા પરિણામમાં બીજા ક્રમે છે. નોંધનીય છે કે જિલ્લાની 10 શાળાઓનું પરિણામ 100 ટકા આવ્યું છે…
આજે જાહેર થયેલા પરિણામ મુજબ મોરબી જિલ્લાના 304 વિદ્યાર્થીઓએ A-1 ગ્રેડ, 1226 વિદ્યાર્થીઓએ A-2 ગ્રેડ, 1770 વિદ્યાર્થીઓને B-1 ગ્રેડ, 2128 વિદ્યાર્થીઓને B-2 ગ્રેડ, 2000 વિદ્યાર્થીઓને C-1 અને 948 વિદ્યાર્થીઓને C-2 ગ્રેડ મળ્યો છે. જ્યારે 52 વિદ્યાર્થીઓએ D ગ્રેડ મેળવ્યો છે…
મોરબી જિલ્લામાં આવેલ વિવિધ કેન્દ્રોના પરિણામ…
૧). સિંધાવદર = 84.30 %
૨). પીપળીયા રાજ = 84.17 %
૩). ટંકારા = 82.12 %
૪). ચંદ્રપુર = 77.89 %
૫). મોરબી = 74.16 %
૬). વાંકાનેર = 73.05 %
૭). હળવદ = 68.50 %
૮). પીપળીયા(ચાર રસ્તા) = 67.43 %
૯). જેતપુર (મચ્છુ) = 62.54 %
૧૦). ચરાડવા = 60.75 %
વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/II2ues9Cv0BDqPgrSDlhWI