રાજ્યમાં કોરોના વાયરસના કેસોમાં ઘટાડો નોંધાતા આજે ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી દ્વારા સોમવારથી ધો.1થી 9ના ઓફલાઇન શિક્ષણ વર્ગો શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે…
કોરોનાના કેસોમાં વધારો થતાં તેમજ બાળકોમાં સંક્રમણનો ફેલાવો થતા રાજ્યમાં ધો.1 થી 9ના ઓફલાઇન વર્ગો બંધ કરી ઓનલાઇન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં હવે કોરોનાના કેસોમાં ઘટાડો થઈ રહ્યો હોય જેથી રાજ્ય સરકાર દ્વારા ધો.1 થી 9ના ઓફલાઇન વર્ગો શરૂ કરવાનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે….
આ અંગે શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણીએ જાહેર કર્યું છે કે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાથે પરામર્શ અને કોર ગ્રુપમા ચર્ચા કર્યા બાદ કોરોનાના કેસો રાજ્યમાં ઓછા થતા વિદ્યાર્થીના અભ્યાસમા મુશ્કેલી ન થાય તે હેતુથી સોમવાર તા. 7 ફેબ્રુઆરીથી કોરોનાની જુની ગાઈડલાઇન પ્રમાણે ધોરણ 1 થી 9નુ ઓનલાઇન-ઓફલાઇન શિક્ષણકાર્ય વાલીઓની સંમતિ સાથે શરૂ કરવામાં આવશે….
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/HhUUwG5FSw3I2EgxB9bA1W