વાંકાનેર તાલુકાના સરતાનપર-રાતાવિરડા રોડ પર એક બેકાબૂ બનેલા ટ્રક ચાલકે ત્યાંથી પસાર થતા એક બાઇક ચાલકને હડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં બાઇક ચાલક યુવાનનું મોત થયું હતું જેથી આ બનાવમાં વાંકાનેર તાલુકા પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના સરતાનપર-રાતાવીરડા રોડ ઉપરથી પસાર થતા એક કન્ટેનર ટ્રક નંબર GJ 12 BT 9298ના ચાલકે બાઇકને હડફેટે લેતા બાઈક ચાલક મહેશ ગરમસિંહ વીંછીયા(રહે. મુળ દાહોદ) નામના યુવાનને ગંભીર ઇજાઓ પહોંચી હતી જેથી તેમનું મોત થયું હતું….

આ અકસ્માતના બનાવ અંગે મૃતકના પિતાની ફરિયાદ પરથી વાંકાનેર તાલુકા પોલીસે બેફિકરાઈથી ટ્રક ચલાવી અકસ્માત સર્જનાર ટ્રક ચાલક સામે આઇપીસી કલમ 279, 304(a) તથા મોટર વ્હીકલ એક્ટ 134, 177, 184 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/JaNtfP7Okw09RVWit8eWD1

error: Content is protected !!