વાંકાનેર તાલુકાના સરતાનપર ગામની સીમમાં આવેલ એક સીરામીક કારખાનાના લેબર ક્વાર્ટરમાં ચોર ઘુસી આવ્યો હોવાનું માનીને શ્રમિકોએ એક અજાણ્યા શખ્સને પકડી ઢોર માર માર્યો હતો. જેથી આ બનાવમાં ગંભીર રીતે ઘવાયેલા અજાણ્યા પુરુષને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં આ યુવાનનું મોત થતાં બનાવ હત્યામાં પલ્ટાયો હતો. જેથી આ બનાવ અંગે પાંચ શખ્સો સામે હત્યાનો ગુન્હો દાખલ કરી વાંકાનેર તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ફરિયાદી રજનીશભાઇ હસમુખભાઇ કોઠીયા (ઉવ.25, રે.પીપળીયા, મોરબી)એ આરોપીઓ બબુદીન ઉર્ફે રાજુભાઇ અલીખાન(મુળ રે.ઉત્તર પ્રદેશ), અસલમ જાબુદીન મલીક(મુળ રે.ઉત્તર પ્રદેશ), કપીલકુમાર વીરપલસિંહ(મુળ રે.ઉત્તર પ્રદેશ), રાહુલકુમાર સંજયસિંહ(મુળ રે.ઉત્તર પ્રદેશ), મહેન્દ્રસિંહ ધરનાસિંહ (મુળ રે.અજમેર રાજસ્થાન) સામે અજાણ્યા પુરુષની હત્યા કર્યાની ફરિયાદ નોંધાવી છે….
ફરિયાદમાં તેમણે જણાવ્યું છે કે ગઈકાલે તા.9 ના રોજ રાત્રીના 2 થી 3 વાગ્યાના અરસામાં સરતાનપર ગામની સીમમાં આવેલ ફ્લાય સીરામીક નામના કારખાનાના લેબર ક્વાર્ટર પાસે બનેલા આ બનાવમાં એક અજાણ્યો પુરૂષ જેની ઉંમર આશરે 25 થી 35 વાળાએ રાત્રીના 2 થી 3 વાગ્યાના અરસામાં બનાવના એક આરોપીની પત્ની બાનુબેન તથા તેમની દિકરી લેલાબેન સુતા હતા ત્યારે તેમનુ ગોદડુ ખેંચતા તેઓ જાગી જતા દેકારો કરતા અજાણ્યો ઇસમ ચોરી કરવા આવેલ હોવાનું લાગતા ઉપરોક્ત પાંચેય આરોપીઓએ અજાણ્યા પુરૂષને પકડી લાકડી વતી માર મારી તથા માથુ પકડી પછાડી ઢીકાપાટુનો ઢોર માર મારતા અજાણ્યા પુરૂષને માથામાં ગંભીર ઇજા પહોંચી હતી જેમાં તેનું મોત થયું હતું જેથી આ બનાવ હત્યામાં પલટાયો હતો….
આ બનાવની ફરિયાદ પરથી વાંકાનેર તાલુકા પોલીસે તમામ આરોપીઓ સામે આઇ.પી.સી. ક.૩૦૨, ૩૨૩, ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, જીપી એકટ-૧૩૫ મુજબ ગુન્હો નોંધી આ બનાવની વધુ તપાસ ડીવાયએસપી રાધીકા ભારાઇના માર્ગદર્શન હેઠળ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઇ આર. એ. જાડેજા ચલાવી રહ્યા છે….
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/K9LOywS76zl4e4qPDbPIoN