વાંકાનેર વિસ્તારમાં સોસિયલ મિડિયામાં ખોટા સિન-સપાટા કરનાર યુવાનો માટે પોલીસે બોધ રૂપ દાખલો બેસાડ્યો છે જેમાં વાંકાનેર તાલુકાના ચિત્રાખડા ગામના વતની યુવાને બીજાની પરવાના વાળી બંદૂક સાથે ફોટો પડાવી સોસિયલ મિડિયામાં મુકતા બાબતે પોલીસ યુવાન અને બંદૂકના માલિક એમ બંને શખ્સો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના ચિત્રાખડા ગામના યુવાન રાકેશ પનાભાઈ કોળીએ પોતાની ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપર બે બાર બોરના જોટા સાથે ફોટો પડાવી અપલોડ કરતા બાબતની જાણ મોરબી એસ.ઓ.જી. ટીમને થતાં પોલીસે ખોટા સિન-સપાટા કરવા બદલ ફોટો અપલોડ કરનાર યુવક અને પોતાની લાઈસન્સ વાળી બંદૂકથી ફોટો પાડવા આપનાર યુવાનના કાકા લાલભાઈ રૈયાભાઈ ડાભી સહિત બંને શખ્સો સામે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી…
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Lf0lWzBcCBiJspWDhyayrC