વાંકાનેર તાલુકાના ઢુવા ગામ નજીક આવેલ વરમોરા સિરામિક ફેકટરીમાં નડિયાદ જિલ્લાના વતની ગણપતભાઈ ભુપેન્દ્રભાઈ ચાવડા (ઉ.વ. 28) ગત તા.9 ડિસેમ્બર 2022ના રોજ કારખાનામાં પતરાના શેડમાં કામ માથા ઉપર પતરા લઈને જતા હતા ત્યારે ઉપરથી પતરું પડતા તેમણે ગંભીર ઈજાઓ પહોંચી હતી જેથી તેમને તાત્કાલિક સારવાર અર્થે સારવાર માટે મોરબીથી રાજકોટ જ્યાંથી વધુ સારવાર અર્થે અમદાવાદ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ત્યાર બાદ તેમના ઘેર સારવાર ચાલુ હોય દરમિયાન ગત તા.4 ફેબ્રુઆરીના રોજ તેમનું મોત થયું હતું જેથી આ બનાવની જાણ વાંકાનેર તાલુકા પોલીસને થતાં પોલીસે બનાવની અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/Lf0lWzBcCBiJspWDhyayrC

error: Content is protected !!