છેલ્લા દોઢ વર્ષ કરતા વધુ સમયથી ભુખ્યા લોકો સુધી ભોજન પહોંચાડી અનોખી માનવસેવા કરતા એસ.એમ.પી. ગ્રુપ દ્વારા વધુ એક સેવાયજ્ઞ : પરિસ્થિતિ વશ હોમ કોરોન્ટાઈન થયેલા પરિવારો માટે નિઃશુલ્ક ભોજન વ્યવસ્થા અને રમઝાન માસ દરમિયાન હોસ્પિટલમાં દાખલ દર્દીઓ અને મુસાફરો માટે સહેરીની વ્યવસ્થા કરી આપવામાં આવશે….
વાંકાનેર વિસ્તારમાં છેલ્લા દોઢ વર્ષ કરતાં વધુ સમયથી ભુખ્યા-જરૂરીયાતમંદો સુધી ભોજન, ગરીબોને કપડાં, વિધવા મહિલાઓને પેન્શન, ગરીબ બાળકોને તહેવાર પર મીઠાઈ, ગરીબ બાળકોને ફ્રીમાં અભ્યાસ, કોમ્પ્યુટર ક્લાસ, ગરીબો માટે ફ્રીમાં મોતિયા ઓપરેશન,
લોકડાઉનમાં ૨૪×૭ સેવાયજ્ઞ સહિત અનેક સેવાકાર્ય ચલાવતા એસ.એમ.પી. ગ્રુપ દ્વારા પોતાના માનવ સેવાયજ્ઞનો વિસ્તાર કરી વધુ એક સેવાકાર્ય શરૂ કર્યું છે જેમાં વાંકાનેર શહેરમાં કોરોનાના લીધે હોમ કોરોન્ટાઈન થયેલા જરૂરિયાતમંદ પરિવારો માટે સાંજનાં એક સમયનું શુદ્ધ શાકાહારી ભોજન ઘેર ઘેર પહોંચાડવાની ફ્રી સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે….
આ સાથે જ એસ. એમ. પી. ગ્રુપ દ્વારા આગામી દિવસોમાં શરૂ થતાં પવિત્ર રમઝાન માસ દરમિયાન પરિસ્થિતિ વશ હોસ્પિટલ ખાતે દાખલ થયેલા દર્દીઓ અને મુસાફરો માટે ફ્રીમાં રોઝા માટે વહેલી સવારે સહેરીની વ્યવસ્થા પઢ કરી આપવામાં આવી રહી છે જેથી જેમને પણ આ સેવાના લાભની જરૂર હોય તે એસ.એમ.પી. ગ્રુપ વાંકાનેર નો સંપર્ક કરી શકે છે તેવું ગ્રુપના સ્થાપક મોઈન પીરઝાદા દ્વારા જણાવવામાં આવ્યું છે….
SMP ગ્રુપ વાંકાનેર
મો. 99792 86786
મો. 96380 04847
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/H3EqhQ1RitQGEYhPsrbkpr