વાંકાનેર ભુખ્યાને ભોજન, ગરીબોને કપડાં, વિધવા પેન્શન, બાળકોને પુસ્તકો, અભ્યાસ ખર્ચ સહિત અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા એસ.એમ.પી. ગ્રુપ દ્વારા દાતાઓના સહયોગથી હાલ શિયાળાની ઠુઠવતી ઠંડીમાં ગરીબ અને નિઃસહાય લોકોમાં ધાબળા વિતરણ કરવામાં આવ્યા હતા…

એસ.એમ.પી. ગ્રુપ વાંકાનેર દ્વારા હાલ શિયાળાની ઋતુને ધ્યાનમાં લઈને શહેરમાં ઘર વિહોણા અને ફૂટપાથ પર રહેતાં ગરીબ લોકોને કડકડતી ઠંડીમાં રાહત મળે તે હેતુસર ધાબળા વિતરણ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જેમાં ગત રાત્રીના વાંકાનેર શહેરની આજુબાજુના વિસ્તારોમાં ગ્રુપના સભ્યો દ્વારા ફરીને ગરીબ પરિવારોને ધાબાળા ઓઢાડવામાં આવ્યા હતા…


વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/Jteb7Fbl3faARzF6FQshtT

error: Content is protected !!