વાંકાનેર શહેરમાં એકતા ગ્રુપ દ્વારા લાંબા સમયથી બીનવારસી લાશોની તેમના ધર્માનુસાર અંતિમ ક્રિયા કરવામાં આવી રહી છે, જેમાં કોઈ પણ જાતના ભેદભાવ વિના હિન્દુ-મુસ્લિમ બંને કોમના લોકો સાથે મળી આ સેવા કાર્ય ચલાવે છે, જેમાં થોડા દિવસ અગાઉ મહિકા મચ્છુ નદીના પુલ નીચેથી મળી આવેલ અજાણ્યા પુરૂષની આજે ધર્માનુસાર અંતિમ વિધિ કરવામાં આવી હતી….
વાંકાનેર તાલુકાના મહિકા ગામ નજીક મચ્છુ નદીના પુલ નીચેથી થોડા દિવસ અગાઉ કોહવાઈ ગયેલી હાલતમાં એક અજાણ્યા પુરૂષની બિન વારસી લાસ વાંકાનેર પોલીસને મળી હતી જેમાં આજ સુધી તેના કોઈ વારસ ન મળતા પોલીસે આ અંગે એકતા ગ્રુપને જાણ કરી હતી જેથી ગ્રુપના સભ્યો દ્વારા વાંકાનેર પોલીસ સ્ટાફ ને સાથે રાખી સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરાવ્યા બાદ આ બીનવારસી લાસની તેમના રીત રિવાજ પ્રમાણે અંતિમવિધિ કરાવી હતી…
આ સંદર્ભે એકતા ગ્રુપના સભ્યો તેમજ સામાજિક અગ્રણી સરફરાઝ મકવાણા, ઋષીભાઈ જોબનપુત્રા, મનીષભાઈ, અમિત ભાઈ ભટ્ટ, બિપીનભાઈ દોશી તેમજ ગ્રુપના અન્ય સભ્યો હાજર રહ્યા હતા..
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/Jteb7Fbl3faARzF6FQshtT