વાંકાનેર શહેર ખાતે માત્ર માનવસેવાના હેતુથી શરૂ કરવામાં આવેલ એસ.એમ.પી. ગ્રુપે વાંકાનેર વિસ્તારમાં ખડેપગે રહી માનવસેવા કરી માનવતા મહેકાવી દીધી છે. જે ગ્રુપના આજે 700 દિવસ પુરા થયા છે. 7 જુન, 2019 ના રોજ શરૂ કરવામાં આવેલ એસ.એમ.પી. ગ્રુપે આજે સફળતા પુર્વક માનવસેવાના 700 દિવસ પુરા કર્યા છે…
વાંકાનેર વિસ્તારમાં છેલ્લા 700 દિવસથી ભુખ્યા-જરૂરીયાતમંદો સુધી ભોજન, ગરીબોને કપડાં, વિધવા મહિલાઓને પેન્શન, ગરીબ બાળકોને તહેવાર પર મીઠાઈ, ગરીબ બાળકોને ફ્રીમાં અભ્યાસ, કોમ્પ્યુટર ક્લાસ,
ગરીબો માટે ફ્રીમાં મોતિયા ઓપરેશન, કોરોના કાળમાં હોમ ક્વોરન્ટાઈન પરિવારોને નિઃશુલ્ક ભોજન, લોકડાઉનમાં ૨૪×૭ સેવાયજ્ઞ સહિત અનેક સેવાકાર્ય ચલાવતા એસ.એમ.પી. ગ્રુપ છેલ્લા 700 દિવસથી માનવ સેવાયજ્ઞનો ચલાવી રહ્યા છે….
આ તકે માનવસેવાનો ભેખ ધારણ કરનાર એસ.એમ.પી. ગ્રુપના સ્થાપક મોઈન પીરઝાદા અને સમગ્ર એસ.એમ.પી. ગ્રુપને ચક્રવાત ન્યુઝ અને ટીમ તરફથી ખુબ ખુબ અભિનંદન…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/GFSnM2Pym70G4SxYebOaly