વાંકનેર તાલુકાના સિંધાવદર ગામ નજીક એસ.ટી. બસ હડફેટે લેતા બાઈક ચાલક વૃદ્ધનું મોત…

0

સલામ સવારી બની વૃદ્ધ માટે યમરાજ, એસ.ટી. બસ ડ્રાઈવરની બેદરકારી સામે રોષ…..

વાંકાનેર તાલુકાના સિધાવદર ગામ નજીક ગત શનિવારે ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં એસ.ટી. બસના ચાલકે બેદરકારી દાખવી ત્યાંથી પસાર થતા એક બાઇકને હડફેટે લેતા રાજકોટના વતની બાઇક ચાલક વૃદ્ધનું ગંભીર ઈજાઓ પહોંચતાં મોત થયું હતું જેથી આ બનાવની પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી એસ.ટી. બસના ચાલકે સામે ગુનો નોંધવા તજવીજ શરૂ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટ ખાતે જામનગર રોડ પર હુડકો વિસ્તારમાં રહેતાં અને નિવૃત જીવન જીવતાં રસિકભાઈ છગનભાઈ જેઠવા(ઉ.વ.૬૫) નામના વૃદ્ધ ગત શનિવારે રાજકોટથી પોતાના જ્યુપીટર ટુ વ્હીલર પર વાંકાનેર ખાતે પૌત્રીનો જન્મદિવસ ઉજવવા આવી રહ્યા હોય ત્યારે સિંધાવદર ગામ નજીક એક એસ.ટી. બસના ચાલકે તેમના બાઇકને હડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો,

જેમાં વૃદ્ધને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર અર્થે પ્રથમ વાંકાનેર જ્યાંથી વધુ સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન મોત થયું હતું, જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી એસ.ટી. બસના ચાલક સામે ગુન્હો નોંધવા તજવીજ શરૂ કરી છે….

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/JaNtfP7Okw09RVWit8eWD1