વાંકાનેર તાલુકાના સિંધાવદર પીએચસી દ્વારા આજરોજ વિશ્વ મેલેરીયા દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મોરબી જિલ્લા મલેરિયા અધિકારી શ્રી ડૉ. બાવરવા સાહેબની સૂચના મુજબ પીએચસી હેઠળ આવતા વિવિધ ગામોમાં મેલેરીયા જાગૃતિ કાર્યક્રમ અને રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું….
આ તકે તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. આરિફ શેરસીયા અને સુપરવાઈઝર વી. એન. માથકિયાના માર્ગદર્શન હેઠળ મેડિકલ ઓફિસર ડૉ.ભાવિકા ચંદારાણા અને MPHS પંડ્યાભાઈ દ્વારા HWCની ટીમ બનાવી સિંધાવદર, ખેરવા, ઘીયાવડ, અગાભી પિપળિયા અને રાજાવડલા હેલ્થ વેલનેસ સેન્ટર સાથે ગપ્પી ફિશ અને પોરા પ્રદર્શન, મેલેરિયા ન થાયતે અંગે આરોગ્ય શિક્ષણ તથા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું…
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Lk9VeBiwaWLADeOOKfmVDU