વાંકાનેર સીટી પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેરના શિવપાર્ક વિસ્તારમાં આવેલ એક રહેણાક મકાનમાં દરોડો પાડી 36 બોટલ વિદેશી દારૂ સાથે એક યુવાનને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર સીટી પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર શહેરના શિવપાર્ક વિસ્તારમાં શેરી નં. ૪ ખાતે આવેલ વિવેક જીતેન્દ્રભાઈ માણેક(ઉ.વ. 25)ના રહેણાંક મકાનમાં દરોડો પાડી તલાશી લેતા મકાનમાંથી 24 નંગ મેકડોવેલ નંબર વન વિદેશી દારૂ તથા 12 નંગ ઓલસીઝન બ્રાન્ડ વિદેશી દારૂ સહિત કુલ 36 બોટલ વિદેશી દારૂ (કિંમત રૂ. 13,800) સાથે આરોપી વિવેકની ધરપકડ કરી તેની સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી….

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/Lk9VeBiwaWLADeOOKfmVDU

error: Content is protected !!