કાંટે કી ટક્કર સમાન મોરબી જિલ્લાની ત્રણેય બેઠક માટે ભાજપમાંથી ચુંટણી લડવા ઉમેદવારોનો રાફડો….

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીકમાં જ જેથી ધીમે ધીમે રાજ્યમાં ચુંટણીનો માહોલ જામી રહ્યો છે, જે વચ્ચે આજે મોરબી જિલ્લાની ત્રણેય વિધાનસભા બેઠક માટે ભાજપ દ્વારા ઉમેદવાર નક્કી કરવા માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, જેમાં પક્ષ દ્વારા નક્કી કરવામાં આવેલ નિરીક્ષકો સમક્ષ એલિટ સ્કૂલ-લજાઈ ખાતે તમામ દાવેદારો પોતાની દાવેદારી રજૂ કરશે….

ગુજરાત વિધાનસભા-2022 ની ચુંટણી માટે મોરબી જિલ્લાની ૬૫ – મોરબી-માળીયા બેઠક પર ભાજપમાંથી સંભવિત ઉમેદવાર નક્કી કરવા માટે સવારે 10 થી 12 વાગ્યા દરમિયાન, ૬૬ – ટંકારા-પડધરી બેઠક માટે 12થી 2 દરમિયાન અને ૬૭ – વાંકાનેર-કુવાડવા બેઠક માટે 2 થી 4 વાગ્યા દરમિયાન સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે….

વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/Caugn0J3CfLIgMBhvNsup0

error: Content is protected !!