ગઇકાલ તા. 07/06/21, સોમવાર વૈશાખ વદ બારસના રોજ સમસ્ત વાણંદ સમાજના સંત શિરોમણી શ્રી સેન મહારાજની 720મી જન્મ જયંતીની વાંકાનેર શહેર ખાતે આવેલ વાણંદ સમાજના મંદિરે ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મહાઆરતી બાદ હાલ કોરોના મહામારી દરમિયાન મૃત્યુ પામેલા વાણંદ સમાજના લોકો તેમજ તમામ મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.
આ તકે સમાજના લોકો દ્વારા કોરોના મહામારીથી ભારત દેશની રક્ષા અને દેશના દરેક નાગરિકના સ્વાસ્થ્યની સુરક્ષા માટે પ્રાર્થના કરવામાં આવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા સેન યુવા સંગઠન-વાંકાનેરના તમામ સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/GFSnM2Pym70G4SxYebOaly