રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે ગોલ્ડ મેડલ એનાયત કરાશે,આજે કુલ 43,062 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવશે…

આજે રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સીટી ખાતે 57મો પદવીદાન સમારોહ યોજાશે જેના માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને શિક્ષણમંત્રી ઋષિકેશ પટેલ તેમજ રાજ્યકક્ષાના મંત્રી પ્રફુલ પાનસુરીયાની ઉપસ્થિતમાં પદવીદાન યોજાશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કરાશે. આજે કુલ 43,062 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવશે….

આ પદવીદાન સમારોહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે વિદ્યાર્થીઓને 13 વિદ્યાશાખાના 126 વિદ્યાર્થીને 147 ગોલ્ડ મેડલ એનાયત કરશે. આ પદવીદાન સમારોહ આજે 11 વાગ્યે શરુ થશે. આ 147 ગોલ્ડ મેડલમાંથી 66 ગોલ્ડ મેડલ દાતાઓ તરફથી તેમજ 81 ગોલ્ડ મેડલ સોરાષ્ટ્ર યુનિવર્સિટી તરફથી એનાયત કરવામાં આવશે. આજે ગોલ્ડમેડલ મેળવનાર વિદ્યાર્થીઓને વૂડનના ખાસ બોક્સમાં પદવી એનાયત કરવામાં આવશે…

આ વખતે પદવીદાન સમારોહમાં સત્તાધીશોનો કોઈ ડ્રેસકોડ નક્કી કર્યો નથી. જો કે વિદ્યાર્થીઓને વ્હાઈટ ટોપ-બ્લેક ટ્રાઉઝર પહેરવાની સૂચના આપવામાં આવી છે. આ પદવીદાન સમારંભનું સોરાષ્ટ્ર યુનિવર્સિટીની વેબસાઈટ www.saurashtrauniversity.edu પરથી લાઈવ પ્રસારણ કરવામાં આવશે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની યૂટ્યૂબ ચેનલ પરથી પણ લાઈવ પ્રસારણ કરવામાં આવશે…

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/JaNtfP7Okw09RVWit8eWD1

error: Content is protected !!