રાજ્યમાં ચકચાર મચાવનાર મોરબી ઝુલતા પુલ દુર્ઘટના સાથે સંકળાયેલા અને ઝુલતા બ્રીજ સમારકામનું ટેન્ડર લેનાર કંપની ઓરેવા ગ્રુપના માલિક જયસુખ પટેલએ કોર્ટમાં આગોતરા જામીનની અરજી દાખલ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે મોરબી ઝુલતા પુલ દુર્ઘટના બાદથી જયસુખ પટેલ ફરાર હોય અને હજુ સુધી તેઓ પોલીસની પકડથી દુર રહ્યા છે….
થોડા મહિનાઓ પહેલા મોરબીમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં ગત તા. 30 ઓક્ટોબરે મોરબીના ઝૂલતા પૂલ તૂટી જવાની દુર્ઘટનામાં 135 વ્યક્તિઓનો ભોગ લેવાયા બાદ નાની માછલીને પોલીસે પકડી અને મોટા મગરમચ્છો સામે કોઈ કાર્યવાહી ન કરી હોવા બાબતે ભારે આક્ષેપ સાથે લોકોમાં જનાક્રોશ ફાટી નીકળ્યો હતો.
આ દુર્ઘટનામાં મુખ્ય જવાબદાર અને પુલનું રીનોવેશન કામ કરનાર ઓરેવા ગ્રુપના માલિક જ્યંસુખ પટેલ ઘટના બાદ પરિવાર સાથે ભૂગર્ભ ઉતરી ગયા હોય પણ કાયદાકીય તલવાર તેમના માથે લટકતી હોય થોડા સમય અગાઉ આ દુર્ઘટના મામલે હાઇકોર્ટે પણ ઓરવે ગ્રુપને નોટિસ આપી હાજર રહેવા ફરમાન કર્યું હતું. ત્યારે ભલે એફઆઈઆરમાં નામ ન હોય પણ મુખ્ય જવાબદાર ગણાતા હોય તેથી કાયદાનો સિકજો કસાતાં ઓરેવા ગ્રુપના માલિક જ્યંસુખ પટેલે ધરપકડથી બચવા મોરબીની સેસેન્સ કોર્ટમાં જામીન અરજી કરી છે અને આ જામીન અરજીની આવતીકાલ શનિવારે સુનાવણી હાથ ધરાશે. ત્યારે જ્યંસુખ પટેલની જામીન અરજી પ્રત્યે કોર્ટ કેવું વલણ અપનાવે છે તેના પર સૌની મીટ મંડરાયેલી છે….
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/JaNtfP7Okw09RVWit8eWD1