સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ઇન્ટર કૉલેજ સ્પર્ધાનું કોટડા સાંગાણી ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં, વાંકાનેર શહેરની શ્રી દોશી કૉલેજની ભાઈઓ અને બહેનોની બંને ટીમ વિજેતા બની હતી. સ્પર્ધામાં ભાગ લેનાર કોલેજના વિદ્યાર્થીઓની સતત મહેનત તેમજ કેપ્ટન ડૉ. ચાવડા સાહેબ અને ડૉ. લાવડીયા સાહેબના માર્ગદર્શન હેઠળ વિજેતા બનેલ બંને ટીમોને કોલેજ વતી શુભકામનાઓ પાઠવવામાં આવી હતી….
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આ ટુર્નામેન્ટમાંથી યોગ્ય પાત્રતા ધરાવતા કુલ છ ભાઈઓ અને છ બહેનોને નેશનલ લેવલે રમવા માટે મોકલવામાં આવે છે જેમાંથી તમામ છ ભાઈઓ અને ચાર બહેનોની વાંકાનેર દોશી કોલેજની ટીમમાંથી પસંદગી કરવામાં આવી છે. કુલ બાર માંથી દશ વિદ્યાર્થીઓ શ્રી દોશી કૉલેજના નેશનલ લેવલ પર રમવા જશે જે ખુબ જ ગૌરવની બાબત બની છે…
વિજેતા બનેલ વિદ્યાર્થીઓની યાદી..
ભાઇઓની વિજેતા ટીમ
૧). સરવૈયા રાહુલ વી. (નેશનલ લેવલ)
૨). સરવૈયા રોહિત વી. (નેશનલ લેવલ)
૩). શેખ અહેમદહુસેન એ. (નેશનલ લેવલ)
૪). ધરોડિયા આશિષ પી. (નેશનલ લેવલ)
૫). ડુમાણીયા ઘનશ્યામ જી. (નેશનલ લેવલ)
૬). આંદોદરિયા ધ્રુવ જી. (નેશનલ લેવલ)
બહેનોની વિજેતા ટીમ
૧). બેડવા ભારતી એમ. (નેશનલ લેવલ)
૨). શેખ જેનમ એમ. (નેશનલ લેવલ)
૩). ચૌહાણ સોનલ ડી. (નેશનલ લેવલ)
૪). ચાવડા મિતલ એમ. (નેશનલ લેવલ)
૫). ઝાલા દિપ્તિબા એસ.
૬. મકવાણા મનીષા એમ.
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/Jteb7Fbl3faARzF6FQshtT