વાંકાનેર તાલુકાના સરતાનપર ગામની સીમમાં આવેલી ખરાબાની જમીનનો ઉપયોગ કરવા મામલે ખરાબાની જગ્યાનું ભાંડું માંગતા ડખ્ખો થયો હતો જેમાં ઉશ્કેરાયેલા આઠ શખ્સોના ટોળાએ હાર્ડવેરની દુકાનમાં મારમારી અને તોડફોડ કરીને ધમાલ મચાવી હતી હોવાનો બનાવ સામે આવ્યો છે જેમાં વેપારીની ફરીયાદ પરથી વાંકાનેર તાલુકા પોલીસે આઠ શખ્સો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ફરિયાદી મનીષભાઇ નરશીભાઇ ભોજાણી (ઉ.વ 35, રહે- રવાપર રોડ ચીત્રકુટ-૨ હનુમાન મંદીરની બાજુમાં , રામબંધન એપાર્ટમેન્ટ બ્લોક નં. 101, મોરબી)એ આરોપીઓ ગોરધનભાઇ જેશીંગભાઇ, જેશીંગભાઇ (રહે બંને- સરતાનપર તા. વાંકાનેર) તથા અન્ય પાંચ પુરૂષો અને એક મહીલા સામે વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે,

ગઈકાલે તા. 14 ના રોજ બપોરના આશરે સાડા બાર વાગ્યાના અરસામાં બનેલા બનાવમાં ફરીયાદી વાંકાનેરના સરતાનપર રોડ ઉપર પોતાની વેપારની જગ્યા સામે આવેલ સરતાનપર ગામની સીમના ખરાબાની જગ્યામાં કોઇ ગંદકી ન થાય તે માટે સાફ સફાઇ કરી વપરાશ કરે છે….

આ જગ્યા બાબતે આરોપીઓએ ગેરકાયદેસર રીતે ફરીયાદી પાસે ભાડુ માંગતા ફરીયાદીએ પંચાયત કહેશે તો ભાડુ આપીશ તેમ જણાવતા બંને આરોપીઓ ઉશ્કેરાઇ જઇ ફરીયાદી સાથે બોલાચાલી તેમજ ઝપાઝપી કરી બાદમાં અન્ય પાંચ પુરૂષો તથા એક મહીલા એમ બધાને સાથે લઇ આવી ફરીયાદી તથા સાહેદો પર હુમલો કરી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી,

ઢીકાપાટુનો માર મારી લોખંડના પાઇપ તથા લાકડાના ધોકા જેવા હથિયાર વતી ફરીયાદી તથા સાહેદોને મુંઢ ઇજા તથા લોહીફુટ તથા સાહેદ પીનાકીનભાઇને જમણા હાથે ફેકચર જેવી ઇજાઓ પહોંચાડી તેમજ ફરીયાદીની ઓફીસમાં અપપ્રવેશ કરી કાચના દરવાજો તોડી નુકશાન કર્યું હતું. આ બનાવની ફરિયાદ પરથી વાંકાનેર તાલુકા પોલીસે આઠ આરોપીઓ સામે વિધિવત ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…


વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/FB7hsfmc8HKJBWvwLLjx2f

error: Content is protected !!