વાંકાનેર તાલુકા ખરીદ વેચાણ સહકારી સંઘ લિ. ની ચૂંટણી માટે આજે ઉમેદવારી ફોર્મ ભરવાના અંતિમ દિવસે તમામ બેઠકો (બ્લોક) પર ઉમેદવારોની યાદી તૈયાર કરવામાં આવી છે, જેમાં સંઘની કુલ 12 બેઠકોમાંથી છ બેઠકો પર ફક્ત એક જ ઉમેદવારી ફોર્મ ભરાતા છ બેઠકો બિનહરીફ થઇ છે, જ્યારે બીજી છ બેઠકો પર બે-બે ઉમેદવારોએ ફોર્મ રજૂ કરતા છ બેઠકો માટે આગામી 22 ફેબ્રુઆરીના રોજ મતદાન તથા મતગણતરી યોજાશે….

વાંકાનેર તાલુકા ખરીદ વેચાણ સંઘની ચૂંટણીમાં ફાયનલ ઉમેદવારોની યાદી….

• બિનહરીફ થયેલ બેઠકો અને ઉમેદવારો…

૧). વાંકીયા-૧
ઉમેદવાર : ઘોઘુભા જામભા ઝાલા

૨). ઢુવા-૨
ઉમેદવાર : વલીમામદ અલાવદી શેરસીયા

૩). ચંદ્રપુર – ૭
ઉમેદવાર : પરાસરા અમીયલ હાજી

૪). કેરાળા-૬

ઉમેદવાર : માથકીયા માહમદ આહમદ

૫). કોઠારીયા- ૭
ઉમેદવાર : ઝાલા નરેન્દ્રસિંહ મંગળસિંહ

૬). ગારીડા-૧૧
ઉમેદવાર : બાદી અલીભાઇ મામદ નુરા


• ચુંટણી માટેની બેઠકો…

૦૭). માટેલ-૩
ઉમેદવારો : ૧. કાંકરેચા કાળુભાઇ મેરૂભાઇ
૨. કોબીયા દેવાભાઇ છગનભાઇ

૦૮). લુણસર-૪
ઉમેદવારો : ૧. જયેશ છગનભાઇ વસીયાણી
૨. ઝાલા રાજેન્દ્રસિંહ મંગળસિંહ

૦૯). સિંધાવદર-૮
ઉમેદવારો : ૧. બાદી રહીમ જીવા
૨. ઇસ્માઇલ મામદ પરાસરા

૧૦). વાલાસણ-૯
ઉમેદવારો : ૧. મહેબુબભાઇ આહમદભાઇ પટેલ(કડીવાર)
૨. ઇસ્માઇલ ફતેમામદ કડીવાર

૧૧). જાલસીકા-૧૦
ઉમેદવારો : ૧. કૃષ્ણસિંહ ચંપકસિંહ ઝાલા
૨. પરાસરા નુરમામદ અમીભાઇ

૧૨). મેસરીયા-૧૨
ઉમેદવારો : ૧. પોલાભાઈ હિરાભાઇ પરમાર
૨. નવઘણભાઇ દેવશીભાઇ મેઘાણી

હાલ જાહેર થયેલ ઉમેદવારોની યાદીમાં સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ બિનહરીફ થયેલ છ બેઠકો પૈકી ઢુવા, ગારીડા અને કેરાળા બ્લોકના ત્રણેય બીનહરીફ ઉમેદવારો કોંગ્રેસ પ્રેરિત પેનલના ઉમેદવારો હોય અને ચંદ્રપુર, કોઠારીયા અને વાંકીયા બ્લોકના બીનહરીફ ઉમેદવારો સામેની પેનલના હોવાનું જાણવા મળી રહ્યું છે, જેથી હવે જોવાનું રહ્યું કે બાકી રહેતી છ બેઠકોમાંથી કોના ફાળે કેટલી બેઠકો જાય છે, જે નક્કી કરશે કે વાંકાનેર તાલુકા ખરીદ વેચાણ સંઘમાં કોનું શાસન સ્થાપિત થશે…

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/JaNtfP7Okw09RVWit8eWD1

 

error: Content is protected !!