આજે ઉમેદવારી પત્ર પરત ખેંચવાના અંતિમ દિવસે કોઈ પણ બેઠક પર ફોર્મ પરત ન ખેંચાતા આગામી શુક્રવારે મતદાન તથા મતગણતરી યોજાશે….
વાંકાનેર તાલુકા ખરીદ વેચાણ સહકારી સંઘ લિ. ની ચૂંટણી માટે આજે ઉમેદવારીપત્ર પરત ખેંચવાના અંતિમ દિવસે તમામ બેઠકો (બ્લોક) પર ઉમેદવારોની ફાયનલ યાદી તૈયાર કરવામાં આવી છે, જેમાં સંઘની કુલ 12 બેઠકોમાંથી પાંચ બેઠકો બિનહરીફ થયેલ છે. આ સાથે જ બાકીની સાત બેઠકો પર કોઈપણ ઉમેદવારોએ ફોર્મ પરત ન ખેંચતા હવે બાકીની સાત બેઠકો માટે આગામી શુક્રવારે મતદાન તથા મતગણતરી યોજાશે….
અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ કોંગ્રેસની હાઈકોર્ટમાં પીટીશન બાદ નાયબ કલેકટરે જાહેર કરેલ નવા સીમાંકનને રદ કરી પુનઃ જુના સીમાંકન મુજબ ચૂંટણી કરવા કોર્ટે આદેશ કરેલ જે મુજબ હાલ ચુંટણી પ્રક્રિયા ચાલી રહી છે, જેની સામે ભાજપ દ્વારા હાઇકોર્ટમાં ડબલ બેચ સમક્ષ પુનઃ નવા સીમાંકન મુજબ ચૂંટણી પ્રક્રિયા કરવા પીટીશન દાખલ કરવામાં આવી હતી, જે પીટીશન ડબલ બેચે ફગાવી હોવાનું જાણવા મળ્યું છે…..
વાંકાનેર તાલુકા ખરીદ વેચાણ સંઘની ચૂંટણીમાં ફાયનલ ઉમેદવારોની યાદી….
• બિનહરીફ થયેલ બેઠકો અને ઉમેદવારો…
૧). વાંકીયા – ૧
ઉમેદવાર : ગુલમંહમદ ઉમરભાઈ બ્લોચ
૨). ઢુવા – ૨
ઉમેદવાર : બળદેવસિંહ નરેન્દ્રસિંહ ઝાલા
૩). માટેલ – ૩ :
ઉમેદવાર : કાંકરેચા કાળુભાઇ મેરૂભાઈ
૪). સિંધાવદર – ૮ :
ઉમેદવાર : ઈસ્માઈલભાઈ મામદ પરાસરા
૫). ગારીડા – ૧૧
ઉમેદવાર : બાદી અલીભાઇ આહમદ
• ચુંટણીની માટેની બેઠકો…
૦૬). લુણસર – ૪
ઉમેદવારો : ૧. જયેશ છગનભાઇ વસીયાણી
૨. ઝાલા રાજેન્દ્રસિંહ મંગળસિંહ
૦૭). રસીકગઢ – ૫
ઉમેદવારો : ૧. પરાસરા અમીયલ હાજી
૨. માથકીયા માહમદ આહમદ
૦૮). કેરાળા – ૬
ઉમેદવારો : ૧. બાદી અબ્દુલરહીમ વલીમામદ
૨. જલાલ અલીભાઈ શેરસીયા
૦૯). કોઠારીયા – ૭
ઉમેદવારો : ૧. ઝાલા નરેન્દ્રસિંહ મંગળસિંહ
૨. બાદી રહીમ જીવા
૧૦). પ્રતાપગઢ – ૯
ઉમેદવારો : ૧. ઈસ્માઈલ ફતેમામદ કડીવાર
૨. જાડેજા હરદેવસિંહ દિલાવરસિંહ
૧૧). જાલસીકા – ૧૦
ઉમેદવારો : ૧. કૃષ્ણસિંહ ચંપકસિંહ ઝાલા
૨. પરાસરા નુરમામદ અમીભાઈ
૧૨). મહિકા – ૧૨
ઉમેદવારો : ૧. બાદી અલીભાઈ મામદનુરા
૨. પોલાભાઈ હિરાભાઈ પરમાર
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/JaNtfP7Okw09RVWit8eWD1