વાંકાનેર શહેરની નામાંકિત પીર મશાયખ સાર્વજનિક હોસ્પિટલ ખાતે ફરજ બજાવતા અને ત્યાંજ હોસ્પિટલના ત્રીજા માળે રહેતા ડો. સાજીદ પાસલીયાના મકાનોમાં ગઈકાલ સાંજના સમયે ૬ વાગ્યની આસપાસ અંદાજીત 13 લાખની રોકડ રકમની ચોરી કરવામાં આવી હોવાનો બનાવ સામે આવ્યો છે. બનાવની જાણ થતાં વાંકાનેર તેમજ મોરબી પોલીસ હોસ્પિટલ ખાતે દોડી ગઇ હતી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેર ખાતે આવેલ પીર મશાયખ સાર્વજનિક હોસ્પિટલ ખાતે ફરજ બજાવતા અને હોસ્પિટલમાં જ ત્રીજા માળે રહેતા ડો. સાજીદ પાસલીયાના મકાનમાં ગઈકાલ સાંજના ૬ વાગ્યાની આસપાસ એક અજાણ્યા શખ્સે ચોરી કરી મકાનના કબાટમાં રાખેલ અંદાજીત 13 લાખ જેટલી રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયો હતો…
અત્રે ઉલ્લેખનીય છે કે ચોરી કરનાર અજાણ્યો શખ્સ હોસ્પિટલના સીસીટીવી કેમેરામાં ઝડપાઈ ગયો હોય જેથી પોલીસે હાલ મોઢે બાંધેલ અજાણ્યા શખ્સની શોધખોળ શરૂ કરી છે. આ સાથે ચોર દ્વારા મકાનમાં રાખેલ ફક્ત 500-500ની નોટની અંદાજીત 13 લાખની રોકડ રકમ ચોરી કરી હોય પરંતુ આ સિવાય મકાનમાં રાખેલ ઘરેણાં, છુટક રકમ અને અન્ય કોઈ કિંમતી ચીજવસ્તુની ચોરી ન કરી હતી…
આ બાબતમાં ચોરી કરનાર અજાણ્યા શખ્સ દ્વારા ડોક્ટરના મકાનમાં છાના પગે પ્રવેશ કરી ડુપ્લીકેટ ચાવી વડે કબાટ ખોલી રોકડ રકમની ચોરી કરી હતી. જે બાબત પણ અનેક શંકા-કુશંકાઓ ઉપજાવે છે. જેથી બનાવ અનુસંધાને વાંકાનેર શહેર અને મોરબી એલસીબી પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે…
અત્રે ઉલ્લેખનીય છે કે આ બનાવના સમયે ડો. સાજીદ કોઈ કામસર રાજકોટ ગયેલ હોય તેમજ તેમના પત્ની પણ કોઈ કારણસર જુનાગઢ ગયેલ હોય જેથી તેમના બહાર હોવાનો લાભ લઈ ચોર દ્વારા આ ચોરીના બનાવને અંજામ આપવામાં આવ્યો હતો…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/BBPmFuPxq5xC5S1cwdDcDq