વાંકાનેર વિસ્તારમાં રહેતી એક સખીર વયની દિકરી સાથે તેના કૌટુંબીક કાકાએ વારંવાર દુષ્કર્મ આચરીને ગર્ભવતી બનાવી દેતા સગીરાએ બાળકને જન્મ આપતા કૌટુંબિક કાકાનું પાપ છાપરે ચઢીને પોકારી ઉઠતા સમગ્ર મામલો સામે આવ્યો હતો જે કેસમાં મોરબીની સ્પેશ્યલ પોક્સો કોર્ટમાં ચાલી જતા નામદાર કોર્ટ દ્વારા આરોપીને 20 વર્ષની સજા અને દંડ ફટકાર્યો છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર વિસ્તારમાં ઘોડાના તબેલામાં રહીને ત્યાં મજૂરી કામ કરતા મૂળ એમપીના રહેવાસી પરિવારની સગીર વયની દીકરીને પરિવારના માસીના દિકરાએ હવસનો શિકાર બનાવી વારંવાર તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું જેમાં સગીરાને પેટમાં દુખાવો થતા તેને હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવી હતી જ્યાં સગીરાએ બાળકને જન્મ આપતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો જેથી આ બનાવમાં સગીરાના પિતાએ વાંકાનેર સિટી પોલીસમાં આરોપી સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે કિરણ ફુલજીભાઇ આડ નામના આરોપીની ધરપકડ કરી તેને જેલ હવાલે કર્યો હતો….
આ કેસ મોરબીમાં લાલબાગમાં આવેલ સ્પેશ્યલ પોક્સો કોર્ટમાં જજ ડી. પી. મહીડા સમક્ષ ચાલી જતા સરકારી વકીલ સંજયભાઇ દવે દ્વારા કરવામાં આવેલ દલીલ તથા રજુ કરવામાં આવેલા દસ મોખીક પુરાવા અને ૩૩ દસ્તાવેજી પુરાવાઓને ધ્યાનમાં રાખી સ્પેશ્યલ પોક્સો કોર્ટે આરોપી કિરણ ફુલજીભાઇ આડને આઇપીસી કલમ ૩૭૬ (૨) (જે) (એન), ૩૭૬ (સી) સાથે વાંચતા જાતીય ગુનાઓથી બાળકોના રક્ષણ અધિનિયમ ૨૦૧૨ની કલમ ૫ (એલ), ૬ મુજબ 20 વર્ષની સખ્ત કેદની સજા અને ૨૦,૦૦૦ નો દંડ ફટકાર્યો હતો.
સાથે જ જો આરોપી દ્વારા દંડ ન ભરવામાં આવે તો વધુ છ માસની સખ્ત ખેદની સજા ફટકારવામાં આવી છે. તેમજ ભોગ બનનારને કમ્પેનસેશન એક્ટ મુજબ ૪,૧૨,૫૦૦નું કમ્પેલસેશન તથા આરોપીઓ દ્વારા દંડની રકમ ભરવામાં આવે તો કુલ રૂ. ૪,૩૨,૫૦૦ નું કમ્પેનસેશન આપવાનો સ્પેશ્યલ પોક્સો કોર્ટ દ્વારા હુકમ કરવામાં આવ્યો છે….
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Lk9VeBiwaWLADeOOKfmVDU