વાંકાનેર તાલુકાના કોઠારીયા ગામ ખાતે નાગરિકોમાં પર્યાવરણ વિશે જાગૃતિ લાવવા અને પર્યાવરણ બચાવવાના પ્રયાસો કરતા ગુજરાત ઇકોલોજી કમિશન-ગાંધીનગર આયોજીત તથા સમર્થ ઓર્ગેનાઇઝેશન ટ્રસ્ટ સંચાલિત પર્યાવરણને અનુકૂળ જીવનશૈલી વિશેનો જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ગામના સામાજિક તથા રાજકીય અગ્રણીઓની સાથે ગામના નાગરિકો જોડાયા હતા…

આ કાર્યક્રમમાં ગામના નાગરિકોને પર્યાવરણને અનુકૂળ જીવનશૈલીને સાર્થક કરવા પ્રદૂષણના પ્રકારો તથા કારણો, ધન કચરાનો નિકાલ અને વ્યવસ્થાપન, ઊર્જા બચત, વૃક્ષોનું જતન, પાણીના સંરક્ષણ માટેના પગલા તેમજ પર્યાવરણની જાળવણી માટે અલગ-અલગ વિષય પર પ્રોજેક્ટર પર સ્લાઇડશો, વિડીયો અને પ્રશ્નોત્તરી ગેમ દ્વારા પર્યાવરણ અને તેની જાળવણી વિશેની ઉડાનપૂર્વક તાલીમ આપવામાં આવી હતી….

આ તકે ગામના સરપંચશ્રી અંબાભાઈ, ઉપસરપંચ હમીદાબેન, વાંકાનેર કિશાન કોંગ્રેસ પ્રમુખ ફારૂકભાઈ, ગામના સામાજિક તથા રાજકીય આગેવાનો, આશાવર્કર બહેનો, આંગણવાડી બહેનો તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા….

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/Lk9VeBiwaWLADeOOKfmVDU

error: Content is protected !!