વાંકાનેર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાંથી થોડા સમય પહેલા એક સગીરાનું અપહરણ થયું હોવાનો બનાવ સામે આવ્યો હતો જે બનાવમાં સગીરાનું અપહરણ કરનાર શખ્સને મોરબી એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટ ટીમે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબી જીલ્લા પોલીસ વડા એસ. આર. ઓડેદરાના માર્ગદર્શન હેઠળ અપહરણના ગુન્હાઓ શોધી કાઢવા મોરબી એન્ટી હુમન ટ્રાફિકીંગ યુનિટ ટીમ કાર્યરત હોય દરમિયાન વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં બે વર્ષ પૂર્વે નોંધાયેલ સગીરાના અપહરણ ગુન્હામાં આરોપી ભરતભાઈ નવઘણભાઈ કાંજીયા (ઉ.વ. 21, રહે દિઘડીયા તા. હળવદ)

અને ભોગ બનનાર સગીરા મહેન્દ્રનગર ચોકડી, મોરબી ખાતે હોવાની ચોક્કસ બાતમી પોલીસ ટીમને મળતા તાત્કાલિક પોલીસ ટીમ સ્થળ પર તપાસ કરવા પહોંચતાં આરોપી ભરત કાંજીયા અને ભોગ બનનાર મળી આવતા પોલીસે આરોપીની ધરપકડ કરી અને કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી….

મોરબી એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ ટીમની આ કામગીરીમાં એલસીબી પીઆઈ વી. બી. જાડેજા, પોલીસ સ્ટાફના દિલીપભાઈ ચૌધરી, દશરથસિંહ ચાવડા, ફૂલીબેન તરાર, નંદલાલ વરમોરા સહિતના જોડાયા હતા…

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/H3EqhQ1RitQGEYhPsrbkpr

error: Content is protected !!