રશિયાના રાષ્ટ્રપતિએ યુક્રેન સામે યુદ્ધની જાહેરાત કરી છે. યુદ્ધની જાહેરાત કરતાંની સાથે જ રશિયાએ યુક્રેનની રાજધાની કિવ સહિત 11 શહેર પર એકસાથે હુમલો કર્યો છે. યુક્રેનની રાજધાની કિવમાં જોરદાર વિસ્ફોટના અવાજો સંભળાઈ રહ્યા છે. લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યા છે. સામે યુક્રેનના રાષ્ટ્રપતિએ કહ્યું છે કે દરેક હુમલાના જવાબ આપવામાં આવશે. રશિયાને રોકવા માટે આજે EU અને UNમાં મહત્ત્વની બેઠક મળી છે….
રાષ્ટ્રપતિ પુતિને પોતાના સંદેશમાં કહ્યું, ‘યૂક્રેનમાં રહેતા લોકોને ક્યારેય પૂછવામાં આવ્યું નથી કે તેઓ ક્યાં રહેવા માગે છે અને અમને એ અધિકાર છે કે અમે એ નક્કી કરીએ. અમે ક્રીમિયાના લોકોનું પણ રક્ષણ કર્યું અને હવે યૂક્રેનના લોકોનું પણ રક્ષણ કરીશું. અમે સેલ્ફ ડિફેન્સમાં કામ કરી રહ્યા છીએ. અમારી સામે ખતરાના મોરચા ખોલી દેવામાં આવ્યા છે. અમે ટૂંક સમયમાં આ દુઃખદ સમયમાંથી નીકળી જઈશું. પરંતુ આ સમય દરમિયાન અમે કોઈ બહારની દખલગીરી સહન નહીં કરીએ. હું યૂક્રેનિયન સેનાને કહેવા માંગુ છું કે તમારા પિતા અને દાદા અમારી કોમન લડાઈ લડતા રહ્યા.
તમે તમારા હથિયારો નીચે મૂકો અને ઘરે ચાલ્યા જાઓ. યૂક્રેનના આવા તમામ સૈનિકોને સુરક્ષિત ઘરો સુધી પહોંચાડવામાં આવશે. જો તેઓ આમ નહીં કરે તો તેમને પરિણામ ભોગવવા પડશે. આ માટે કિવ જવાબદાર છે. જે કંઈ થઈ રહ્યું છે, એમાં જો કોઈ બહારનો દેશ ઘૂસસે તો સમજી લો કે તેને તરત જ જવાબ મળશે અને એવું થશે જે ઈતિહાસે ક્યારેય જોયું નથી. મને આશા છે કે મારો અવાજ સાંભળવામાં આવશે…
અમારા પ્રિય રશિયનો, હવે તમારા માટે એક થવાનો સમય છે. આર્મી આગળ વધશે. અમેરિકા અસત્યનું સામ્રાજ્ય છે. તેની પાસે બ્લંટ સેના છે પણ મગજ નથી. એ અમારી પાસે છે. અમે તૈયાર છીએ અને અમે અમારી સાર્વભૌમત્વની રક્ષા માટે લડીશું. હું પોઝિટીવ છું કે રશિયન સેના તેના કાર્યને વ્યાવસાયિક રીતે પૂર્ણ કરશે. અમે સામાજિક સુરક્ષા, નાણાકીય ક્ષેત્રોનું ધ્યાન રાખી રહ્યા છીએ. રશિયાનું ભાગ્ય સુરક્ષિત હાથમાં છે. જે પણ નિર્ણય લેવામાં આવ્યો છે, તેનો ટાર્ગેટ પૂરો થશે….
વધુ સમાચાર માટે અમારી સાથે જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ…👇🏻
https://chat.whatsapp.com/FQWzB7ZzE0h45fzbIYsLE2