મોરબી જિલ્લામાં એક જ દિવસે 166 ખેડૂતોને સ્માર્ટ ફોન યોજનાનો લાભ અપાયો….
ગુજરાત સરકારના કૃષિ, ખેડૂત અને સહકાર વિભાગ દ્વારા આયોજિત સ્માર્ટ ફોન યોજનાના લાભાર્થી ખેડૂતોને સહાય વિતરણનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ કલેકટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટરીશ્રી જે.બી. પટેલ અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી પરાગ ભગદેવની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો હતો. જેમાં મોરબી જીલ્લામાં કુલ 166 ખેડૂતોની સ્માર્ટ ફોન સહાય વિતરણ કરવામાં આવી હતી…
બુધવારે સવારે મોરબી કલેકટર કચેરી ખાતે ઉપસ્થિત મહાનુભાવો તથા ખેડૂત મિત્રોએ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કેબીનેટ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે આયોજિત કાર્યક્રમનું જીવંત પ્રસારણનું નિહાળ્યું હતું. જેમાં મોરબી તાલુકાના જીવાપરના વતની જયસુખભાઇ નારાયણભાઇ પરમારને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ગાંધીનગર ખાતે મોબાઈલ ખરીદીની સહાય ચુકવવામાં આવી હતી…
અત્રે ઉલ્લેખનિય છે કે, મોરબી જિલ્લામાંથી હાલે 166 અરજીઓ મંજૂર કરવામાં આવી છે. આ તકે જિલ્લા અધિક નિવાસી કલેકટર એન.કે. મુછાર, જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી વી.કે. ચૌહાણ, વિસ્તરણ અધિકારીશ્રીઓ જુવાનસિંહ રાઠવા, અતુલભાઇ ચાવડા, મિલનભાઇ ઉકાવાળા, અશોકભાઇ હડિયલ, હસમુખભાઇ ઝીંઝુવાડીયા, અનીલભાઇ કોરડીયા સહિતના ખેતીવાડી વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ તેમજ લાભાર્થી ખેડૂત મિત્રો ઉપસ્થિત રહ્યા હતા…..
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/FQWzB7ZzE0h45fzbIYsLE2