ગુજરાતમાં RTE હેઠળ પ્રવેશ પ્રક્રિયા સરકાર દ્વારા શરૂ કરી દેવામાં આવી છે. ગુજરાતમાં આરટીઇ હેઠળ પ્રવેશ મેળવવા માટે ઇચ્છતા વાલીઓ માટે સરકાર દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે. ધોરણ 1 માં પ્રવેશ મેળવવા ઇચ્છતા બાળકો માટે સૌથી મોટા સમાચાર છે. 25 જુનથી RTE હેઠળ પ્રવેશ મેળવવા ઇચ્છતા વાલીઓ આ માટે અરજી કરી શકે છે. આ માટે rte.orpgujarat.com પર રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે…
25 જૂનથી 5 જુલાઈ સુધી ફોર્મ ભરી શકાશે…
RTE હેઠળ શાળાઓમાં બાળકોના પ્રવેશ માટેની પ્રક્રિયા 21 જૂનથી 15 જુલાઈ સુધી ચાલશે. 20મી જૂને પ્રવેશની જાહેરાત બહાર પાડવામાં આવશે. 21 થી 24 જૂન સુધીમાં ઓનલાઇન ફોર્મ ભરવા જરૂરી ડોક્યુમેન્ટ એકઠા કરવા માટે વાલીઓ આપવામાં આવશે.
25 જૂનથી 5 જુલાઈ સુધી 11 દિવસ ઓનલાઇન ફોર્મ ભરવા માટે આપવામાં આવશે. 6 જુલાઈથી 10 જુલાઈ સુધી, 5 દિવસ જિલ્લા કક્ષાએ ઓનલાઇન ફોર્મની ચકાસણી કરવાની રહેશે. જે બાદ 15 જુલાઈએ પ્રથમ પ્રવેશ પ્રક્રિયાનો રાઉન્ડ જાહેર કરવામાં આવશે…
અગ્રતા મુજબ પ્રવેશ અપાશે….
RTE અંતર્ગત નબળા અને વંચિત બાળકોને પ્રવેશ આપવામાં આવશે. જેમાં અનાથ બાળક, સંભાળ અને સંરક્ષણની જરૂરિયાત વાળું બાળક, બાલ ગૃહના બાળકો, બાળમજૂર કે સ્થળાંતરિત મજૂરના બાળકો, મંદ બુદ્ધિ કે સેરેબલ પાલ્સી ધરાવતા બાળકો,
RTEમાં સારવાર લેતા બાળકો, શહીદ થયેલા લશ્કરી કે પોલીસ દળના જવાનના બાળકો સહિત જુદી-જુદી 13 કેટેગરી રાખવામાં આવી છે જે તમામ માહિતી વેબસાઈટ પર જોવા મળશે. બાળકો માટે ગ્રામ્ય વિસ્તારમાં વાર્ષિક આવક રૂપિયા એક લાખ વીસ હજાર અને શહેરી વિસ્તારમાં રૂપિયા દોઢ લાખની આવક મર્યાદા લાગુ પડશે….
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/K9LOywS76zl4e4qPDbPIoN