શાળાની 207 જેટલી વિદ્યાર્થીનીઓને માટે ખાસ રણોત્સવ યોજાયો….

વાંકાનેર શહેર ખાતે આવેલ શ્રીમતી એલ. કે. સંઘવી કન્યા વિદ્યાલયની 207 જેટલી બાળાઓ માટે નવરંગ નેચર ક્લબ દ્વારા ખાસ રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નવરંગ નેચર કલબના વી.ડી બાલા સાહેબ, ઉમેશભાઈ રાવ, ચેતનભાઇ સવાણી દ્વારા વિદ્યાર્થીની બહેનોને લંગડી, રસ્સાખેચ, દડાની રમતો, બલુન બ્લાસ્ટ સહિતની દેશી રમતો રમાડવામાં આવી હતી જેમાં વિદ્યાર્થીનીઓએ હોંશ હોંશ ભાગ લીધો હતો…

આજના ટેક્નોલોજીના યુગમાં વિદ્યાર્થીઓ મેદાન પરની રમતોથી વંચિત થઈ ગયા છે ત્યારે વી. ડી. બાલા સાહેબ અને તેમની ટીમ દ્વારા કરવામાં આવતી આ ઉત્કૃષ્ટ કામગીરી માટે શાળાના આચાર્ય દર્શનાબેન જાનીએ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમને અંતે બાલા સાહેબ દ્વારા વિદ્યાર્થીની બહેનોને પ્રકૃતિ અને પાણી બચાવવા માટેની તેમની જવાબદારી સમજાવી હતી…

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/Jteb7Fbl3faARzF6FQshtT

error: Content is protected !!