વાંકાનેર શહેર નજીક આવેલ ભાટિયા સોસાયટીમાથી ચોક્કસ ખાનગી બાતમીના આધારે વાંકાનેર સીટી પોલીસ દ્વારા જાહેરમાં જુગાર રમતા ત્રણ શખ્સોને રોકડ રકમ રૂ.14,400 સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેર નજીક આવેલ ભાટીયા સોસાયટીમાં જલારામ મંદીર પાસે ખુલ્લી શેરીમાં સ્ટ્રીટ લાઈટ અંજવાળે કોઈ શખ્સો જાહેરમાં જુગાર રમતા હોવાની ચોક્કસ ખાનગી બાતમીના આધારે વાંકાનેર સીટી પોલીસે સ્થળ પર દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા ઉપેન્દ્રભાઈ ભરતભાઈ દક્ષીણી, નીરવભાઈ અનીલભાઈ કવૈયા અને વિજયભાઈ હસમુખભાઈ દેત્રોજાને રોકડ રકમ રૂ. 14,400 સાથે ઝડપી પાડી તમામ આરોપીઓ સામે જુગાર ધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/Jteb7Fbl3faARzF6FQshtT

error: Content is protected !!