વાંકાનેર તાલુકાના રાજાવડલા ગામની સીમમાં ભીમ અગિયારસ નિમિત્તે જાહેરમાં જુગાર રમતા 11 પત્તા પ્રેમીઓને વાંકાનેર સીટી પોલીસે ઝડપી લીધા હતા. દરોડા દરમિયાન પોલીસને જોતા જ પત્તા પ્રેમીઓમાં નાસભાગ મચી ગઈ હતી, જેમાં પોલીસે કુલ રૂ. 25,400 નો મુદ્દામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર સીટી પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીના આધારે વાંકાનેર તાલુકાના રાજાવડલા ગામની સીમ બી.પી.એલમા સ્કુલની બાજુમા જાહેરમા ધમધમતા જુગારધામ પર દરોડો પાડતા જુગારની મહેફિલ માંડી બેઠેલા શખ્સોમાં નાસભાગ મચી ગઇ હતી. આ દરોડા દરમ્યાન પોલીસે સ્થળ પરથી જાહેરમાં જુગાર રમતા ૧). હર્ષદભાઇ પ્રભુભાઇ ખીરૈયા, ૨). કેશુભાઈ છગનભાઈ દેત્રોજા, ૩). ગણેશભાઇ જીવરાજભાઇ ઓતરાદિયા,

૪). છગનભાઇ રામજીભાઇ જેઠરોજા, ૫). હુશેનભાઈ જલાલભાઈ, ૬). વિનોદગીરી જમનાગીરી ગૌસ્વામી, ૭). બેચરભાઈ રૂપાભાઈ દેત્રોજા, ૮). કાળુભાઈ છગનભાઈ માણસુરીયા, ૯). અશોકભાઈ હેમુભાઈ રાતોજા, ૧૦). કમલેષભાઈ મગનભાઈ દેત્રોજા અને ૧૧). કેશુભાઈ પોપટભાઈ માલકીયાને ઝડપી લીધા હતા…

પોલીસે આ દરોડા દરમિયાન સ્થળ પરથી ગંજી પતાના પાના નંગ-૫૨ તેમજ રોકડ રકમ રૂ. 25,400/- સાથે અગીયાર આરોપીઓની ધરપકડ કરી તમામ સામે વાંકાનેર સીટી પોલીસમાં જુગાર ધારા કલમ ૧૨ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….

વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/II2ues9Cv0BDqPgrSDlhWI

error: Content is protected !!