ઓનલાઈન ટીકીટ બુક કરી વાંકાનેર ડેપોના અનેક રૂટ કેન્સલ કરી ચિટીંગ કરતા પોલીસ ફરિયાદ નોંધાઇ…

ગુજરાત એસટીમાં ઓનલાઈન ટિકિટ બુક કરી જે તે ડેપો મેનેજરના યુઝર આઈડી અને પાસવર્ડ મેળવી લઈ કાગળ ઉપર રૂટ કેન્સલ બતાવી ટિકિટના નાણાં રીફન્ડ મેળવવાના કૌભાંડના તાર વાંકાનેર એસટી ડેપો સુધી લંબાયા છે. બે કૌભાંડી એજન્ટ દ્વારા વાંકાનેર ડેપોને રૂપિયા 1.44 લાખથી વધુનું નુકસાન પહોંચાડતા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે….

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ સમગ્ર રાજ્યમાં એસટી વિભાગને નુકશાન પહોંચે તેવું કૌભાંડ આચારી એસટીના માન્ય બુકીંગ એજન્ટો દ્વારા પહેલા ટિકિટ બુક કરાવી બાદ કોઈપણ રીતે જે તે ડેપોના ડેપો મેનેજરના યુઝર આઈડી અને પાસવર્ડ મેળવી લઈ બુકીંગ કરાયેલ બસની ટ્રીપ કાગળ ઉપર રદ કરી નાખી ટિકિટના નાણાંનું રીફન્ડ મેળવી લઇ નવતર પ્રકારની છેતરપિંડી આચરવામાં આવતી હોવાનું રાજ્ય વ્યાપી કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે, જે અન્વયે વાંકાનેર એસટી ડેપોને પણ ભેજા બાજ એજન્ટોએ નુકશાન પહોંચાડતા વાંકાનેર એસટી વિભાગના મહિલા અધિકારીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે….

જેમાં વાંકાનેર એસટી ડેપોમાં ફરજ બજાવતા કવિતાબેન મલયભાઇ ભટ્ટ દ્વારા ટિકિટ કેન્સલ કરી રીફન્ડ મેળવવા અને ટ્રીપ કેન્સલ કરવાના આ કૌભાંડમાં સંજયભાઇ આર. બારીયા જેના યુઝરઆઇડી GSSANJAYR અને વિપુલભાઇ ભગાભાઇ મોહનીયા જેના યુઝરઆઇડી GS MOHANIYA નામના વ્યક્તિઓ દ્વારા જાન્યુઆરી-૨૦૨૨ થી મે-૨૦૨૨ દરમ્યાન વાંકાનેર એસટી ડેપોની અંદાજે 600 થી વધુ ટિકિટ રદ્દ કરી ડેપો મેનેજરના યુઝર આઈડી પાસવર્ડ મેળવી બસના રૂટ કેન્સલ કરી કુલ રૂ. 1,44,482 નું નુકશાન પહોચાડ્યું હોવાનું જણાવી ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓ સામે આઈપીસી કલમ ૪૦૯,૪૨૦,૩૪ તથા આઈ.ટી.એકટ કલમ ૬૬(સી) તથા ૬૬(ડી)મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…..

વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/II2ues9Cv0BDqPgrSDlhWI

error: Content is protected !!