વાંકાનેર તાલુકાના રાજસ્થળી ગામની સીમમાં આવેલ એક યુવાનની માલિકીની જમીન પર આ જ ગામના અન્ય શખ્સ દ્વારા પચાવી પાડવાના હેતુથી ગેરકાયદેસર દબાણ કરી અને વાવેતર કરવામાં આવ્યું હોય જેથી આ મામલે યુવાન દ્વારા વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ કરતાં પોલીસે આરોપી સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટ શહેરના નાનામોવા મેઈન રોડ પર આવેલ શ્યામ વિહાર સોસાયટીમાં રહેતા ભરતભાઈ નાનાલાલ વિરમગામ(ઉ.વ. ૪૯)એ વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, વાંકાનેરના રાજસ્થળી ગામના સરવે નંબર ૯૮/૧ વાળી ૧-૧૩-૩૧ વાળી સાત વીઘા જેટલી જમીન ફરિયાદીની માલિકીની હોય જેમાં આ જ ગામના આરોપી રાજુભાઇ ધનાભાઈ ડાભીએ તેના ઉપર ગેરકાયદેસર કબ્જો કરી અને વાવેતર કરી પોતાના અંગત લાભ માટે તે જમીનનો ઉપયોગ કરી રહ્યા છે….

જેથી આ બાબતે ફરિયાદી ભરતભાઈએ આરોપી સામે વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધીને આરોપીને ઝડપી લેવા તજવીજ શરૂ કરી છે…

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/EWKXbrU4DOy47Aw6sqSGm7

error: Content is protected !!