રીક્ષા જોઈ ને ચલાવ કહેતા દલીલ પર ઉતરેલ રીક્ષા ચાલકને ત્રણ શખ્સોએ માર માર્યો, ફરિયાદ દાખલ…
વાંકાનેર તાલુકાના રાતીદેવરી ગામ નજીકથી પસાર થતા એક સીએનજી રીક્ષા ચાલકને રીક્ષા જોઈને અને ધીમે ચલાવવાનું કહેતા દલીલ પર ઉતરેલ રીક્ષા ચાલકને ત્રણ શખ્સોએ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો બનાવ સામે આવ્યો છે, જેથી આ બનાવની વાંકાનેર સીટી પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના જડેશ્વર રોડ પર રહેતા નીતીનભાઈ કાંતીભાઈ વોરાએ વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, તેઓ વાંકાનેરના જૂની રાતીદેવરી ગામથી નવી રાતીદેવરી તરફ પોતાની સીએનજી રીક્ષા લઈને જતા હોય ત્યારે આરોપી ગૌતમભાઈ બળવંતભાઈ વોરા, પ્રશાંતભાઈ બળવંતભાઈ વોરા તથા બળવંતભાઈ ગોકળભાઈ વોરાના ઘર પાસેથી પસાર થતા આરોપીઓએ રીક્ષા જોઈને અને ધીમે ચલાવવા કહ્યું હતું…
જેથી આ બાબતે ફરિયાદીએ પોતાની રીક્ષા ઉભી રાખી દલીલ કરતા પોતે રીક્ષા જોઈને અને ધીમે ચલાવી રહ્યા હોવાનું કહેતા આરોપીઓને સારૂ નહિ લાગતા નીતિનભાઈને ગાળો કાઢી ઢીકાપાટુનો માર મારી, રોડ પર ઢસડી શરીરે મુંઢ ઇજા પહોંચાડી લોખંડના પાઈપ વડે માથાના ભાગે સામાન્ય ઇજા પહોંચાડી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી જેથી આ બનાવમાં વાંકાનેર સીટી પોલીસે ત્રણ આરોપીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/FQWzB7ZzE0h45fzbIYsLE2