વાંકાનેર તાલુકાના રાતીદેવરી ગામથી તીથવા તરફ જવાના રસ્તે પવનચક્કી પાસે કોઈ શખ્સો જુગાર રમતા હોવાની બાતમીના આધારે પોલીસે સ્થળ પર રેડ પાડી જુગાર રમતા પાંચ શખ્સોને ઝડપી લીધા હતા જ્યારે આ રેડ દરમિયાન બે શખ્સો ફરાર થઈ ગયા હતા જેથી પોલીસે તમામ આરોપીઓ સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના રાતીદેવરી ગામથી તીથવા તરફ જવાના કુબા વાળા કાચા રસ્તે પવનચક્કી પાસે કોઈ શખ્સો જાહેરમાં જુગાર રમતા હોવાની ચોક્કસ ખાનગી બાતમીના આધારે પોલીસે સ્થળ પર જુગારની રેડ પાડતા જુગાર રમતા અરજણભાઈ રવાભાઈ લામકા(ઉ.વ.૪૨), રમેશભાઈ વિભાભાઈ ફાંગલીયા(ઉ.વ. ૨૪),
મુકેશભાઈ લાલજીભાઈ સાબરીયા (ઉ.વ. ૩૬), મેહુલભાઈ વિનયચંદ્ર મારૂ(ઉ.વ. ૪૨), ઇબ્રાહીમભાઇ અલારખાભાઈ હાલા(ઉ.વ. ૫૫) સહિત પાંચ શખ્સોને રોકડ રકમ રૂ. ૨૭,૩૦૦ સાથે ઝડપી લીધા હતા….
પોલીસની આ રેડ દરમિયાન અન્ય બે આરોપી હનીફભાઈ અને નીજામભાઈ (રહે. બંને તિથવા) ફરાર થઈ ગયા હતા જેથી પોલીસે કુલ સાત આરોપીઓ સામે જુગારધારાની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/K9LOywS76zl4e4qPDbPIoN