વાંકાનેર શહેર નજીક આવેલ તાલુકાના રાતીદેવરી ગામ પાસેથી વાંકાનેર સીટી પોલીસ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીના આધારે દેશી દારૂનો જથ્થો ભરેલ એક ઈકો કાર સાથે બે શખ્સોને રૂ. 1.36 લાખના મુદામાલ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર સીટી પોલીસ ટીમના પેટ્રોલિંગ દરમિયાન એએસઆઈ હિરાભાઈ મઠીયા તથા હેડ કો. હરપાલસિંહ પરમારને સંયુક્ત રીતે ચોક્કસ ખાનગી બાતમી મળેલ કે બે શખ્સો એક સફેદ કલરની ઈકો કાર GJ 16 CN 4959 લઈને રાતીદેવરી ગામથી વાંકીયા જવાના રસ્તા તરફ દેશી દારૂનો મોટો જથ્થો લઈને નીકળવાના હોય,
જે બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવીને ત્યાંથી નીકળેલ ઈકો કારને રોકી તલાશી લેતા તેમાંથી દેશી દારૂ ભરેલ 24 બાચકા (600 લીટર) મળી આવતા પોલીસે દારૂના જથ્થા અને કાર સાથે આરોપી અકબર હાસમભાઈ સમા (ઉં.વ.34, રહે. લીલાપર રોડ, મોરબી) તેમજ હરભજન ધવલસીંગ ખીચી (ઉં.વ.19, રહે. વીશીપરા, મોરબી)ને કુલ રૂ. 1,36,000 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી….
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/LNWfZDZNaMfDm0uixgvXkf