વાંકાનેર તાલુકાની રાણેકપર પ્રાથમિક શાળાને ગાંધી પરિવાર તરફથી પ્રોજેક્ટરની ભેટ…

0

વાંકાનેર તાલુકાની શ્રી રાણેકપર પ્રાથમિક શાળામાં બીપીનભાઈ ગાંધી અને સમગ્ર પરિવાર તરફથી શાળાને દર વર્ષે કોઈ ને કોઈ તો‌ ભેટ આપવામાં આવે છે જેમાં આ વર્ષે ગાંધી પરિવાર દ્વારા શાળાના બાળકોને અભ્યાસ માટે ઉપયોગી એવા પ્રોજેક્ટરની સુંદર ભેટ આપવામાં આવી હતી…

ગાંધી પરિવાર દ્વારા દર વર્ષે રાણેકપર ગામમાં આવેલ માતાજીના મંદિર ખાતે ઉત્સવનું આયોજન કરવામાં આવે છે, જે ઉત્સવ પૂર્ણ કરી શાળાના બાળદેવોને પરિવાર દ્વારા કોઈ ભેટ અર્પણ કરવામાં આવે છે, જેમાં આ વર્ષે બીપીનભાઈ ગાંધી અને પરિવાર દ્વારા પ્રાઇવેટ શાળાના બાળકોની માફક સરકારી શાળાના બાળકો પણ ડિજિટલાઇઝેશન તરફ આગળ વધે અને તેમના અભ્યાસમાં ઉપયોગી થાય તે માટે પ્રોજેક્ટરની ભેટ અર્પણ કરવામાં આવી હતી જેથી આ તકે રાણેકપર શાળા પરિવારે તેમનો દિલથી આભાર વ્યક્ત કર્યો હતો….

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/JaNtfP7Okw09RVWit8eWD1