શાળામાં અભ્યાસ કરતા બાળકોને લોકશાહી અને ચુંટણી પદ્ધતિથી વાકેફ કરવા સુંદર આયોજન કરાયું…
વાંકાનેર તાલુકાની રાણેકપર પ્રાથમિક શાળામાં ભણતરની સાથે બાળકોમાં લોકશાહીના મૂલ્યો, દેશદાજ જગાવવા, બાળકો સ્કૂલના નીતિ નિયમો, શાળા વ્યવસ્થાપન અને વિકાસ તથા સુધારણામાં ભાગીદાર બને તે હેતુથી શાળા પંચાયતની બાળ સંસદ ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બાળ સંસદ જાહેરનામાં, ફોર્મ ભરવાની પ્રક્રિયા અને પ્રચાર પ્રક્રિયા કાર્યક્રમ તથા મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી…
આ સાથે જ બાળ સંસદ ચુંટણીમાં વિજેતા થનાર બાળકોને શિક્ષણ સમિતિ, રામહાટ સમિતિ, પાણી સમિતિ, મધ્યાહન ભોજન સમિતિ, વ્યવસ્થાપન સમિતિ, સફાઈ સમિતી તથા પુસ્તકાલય સમિતિના મંત્રી તરીકેની વિશેષ કામગીરી સોંપવામાં આવી હતી. આ કાર્યક્રમ સાચી ચૂંટણીની જેમ જ બાળકોની ફોટો યાદી, કક્કાવારી યાદી તથા મોબાઈલ વોટીંગ મશીનનો ઉપયોગ કરવામાં આવેલ. આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના તમામ શિક્ષકોએ ભારે જહેમત ઉઠાવી હતી અને કાર્યક્રમનું સમગ સંચાલન સામાજિક વિજ્ઞાનના શિક્ષક નરેન્દ્રભાઈ કુબાવત દ્વારા કરાયું હતું….
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Bq4pI92ve21LIWD7MA3Ibf