ગુજરાતમાં કોરોના સંક્રમણ દિનપ્રતિદિન વધી રહ્યું છે ત્યારે તેને નાથવા રાજ્ય સરકાર દ્વારા મોરબી સહિત રાજ્યના 20 શહેરોમાં રાત્રીના 8 થી સવારના 6 વાગ્યા સુધી કર્ફ્યૂની જાહેરાત કરી છે જે સરાહનીય પગલું ગણી શકાય. પરંતુ આ બાબતે આગામી તા. 14/04/2021 થી પવિત્ર રમઝાન માસ શરૂ થઇ રહ્યો હોય જેથી રમઝાન માસ દરમિયાન રાત્રી કર્ફ્યૂની અમલવારી રાત્રીના 10 વાગ્યાથી શરૂ કરવા મોરબી કલેકટરને વાંકાનેર ધારાસભ્ય મહંમદજાવેદ પીરઝાદાએ રજુઆત કરી છે….

વધુમાં તેમણે જણાવ્યું છે કે ઈસ્લામ ધર્મમાં બંદગી માટે રમઝાન માસમાં મુસ્લિમ બિરાદરોએ રાત્રે ઈશાની નમાઝ સાથે તરાવીહ ની નમાઝ અદા કરવાની હોય છે જેનો સમય રાત્રે 9 થી 10 કલાક સુધીનો હોય છે. તેમજ આ નમાઝ દરમિયાન આમ જનતા માટે બિમારી-આફતોથી રક્ષણ, અમન, શાંતિ તથા ભાઈચારા માટે દુઆ કરવામાં આવે છે.

જેથી આ બાબત સમગ્ર મુસ્લિમ સમાજની આસ્થા અને શ્રધ્ધા સાથે જોડાયેલ હોય માટે મોરબીમાં રાત્રી કર્ફ્યૂની અમલવારી રાત્રીના 10 વાગ્યાથી શરૂ કરવા રજુઆત કરવામાં આવી છે. દિલ્હીમાં કોરોના વિસ્ફોટક સ્થિતિમાં હોવા છતાં ત્યાં રાત્રી કર્ફ્યૂની અમલવારી રાત્રીના 10 વાગ્યાથી શરૂ કરવામાં આવે છે,

જેથી આ બાબતને ધ્યાનમાં રાખીને મોરબીમાં પણ રાત્રી કર્ફ્યૂની અમલવારી તે મુજબ કરવામાં આવે તેમજ આ બાબતે મસ્જિદોમાં સેનીટાઈઝર, સોશ્યલ ડિસ્ટન્સ, માસ્ક સહિતના નિયમોની ચુસ્ત રીતે અમલવારી કરવા તથા આ છુટછાટનો લાભ વ્યવસાયીક કે અન્ય હેતુ માટે નહીં પરંતુ માત્ર ધાર્મિક હેતુ માટે કરવા ખાત્રી આપી બાબતે ઘટતું કરવા માંગ કરી હતી…

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/H3EqhQ1RitQGEYhPsrbkpr

error: Content is protected !!