વાંકાનેર તાલુકાના વિડીભોજપરા ગામની સીમમાં આવેલ રામપરા અભ્યારણમાં માલ-ઢોર ચરાવવાની ના પાડતા ત્રણ શખ્સોએ કર્મચારીને લાકડી ફટકારીને ઇજા પહોંચાડી હોવાનો બનાવ સામે આવ્યો છે. જેથી આ બનાવ અંગે રામપરા અભ્યારણના કર્મચારીએ ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણ શખ્સો સામે હુમલો અને ફરજમાં રૂકાવટની કલમો હેઠળ ગુન્હો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના વિડીભોજપરા ગામની સીમમાં આવેલ રામપરા અભ્યારણમાં નોકરી કરતા વિપુલભાઇ જશમતભાઇ ગોહીલ (ઉ.વ. 28) એ આરોપીઓ વિભાભાઇ નવઘણભાઇ, ઝાલાભાઇ સિધાભાઇ ગરીયા, છેલાભાઇ ખેગારભાઇ ગરીયા (રહે. ત્રણેય ખીજડીયા, તા.વાંકાનેર) સામે ફરિયાદ નોંધાવી હતી કે,
ગત તા.૪ ના રોજ વાંકાનેરના વિડીભોજપરા ગામની સીમમાં ફરીયાદીએ આરોપીઓને રામપરા અભ્યારણમાં પોતાના માલ-ઢોર ચરાવવાની ના પાડતા તે બાબતનો રોષ રાખી આરોપીઓએ ફરીયાદીની પોતાની કાયદેસરની ફરજમાં રૂકાવટ કરી ગાળો આપી ઢીકાપાટુનો મારમારી, લાકડી વડે જમણા પગની ઘુટી ઉપર એક ઘા મારી ફેકચર કરી ઈજા પહોંચાડી હતી…
આ બનાવ અંગે રામપરા અભ્યારણના કર્મચારીએ વાંકાનેર પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણ શખ્સો સામે આઈ.પી.સી. કલમ- ૩૩૩, ૩૨૫, ૩૨૩, ૧૮૬, ૫૦૪, ૧૧૪, જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબ ગુન્હો નોંધી આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. આ બનાવની વધુ તપાસ વાંકાનેર સીટી પો.સ્ટે.ના પોલીસ સબ ઇન્સ. બી. ડી. જાડેજા ચલાવી રહ્યા છે….
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/DMKrSoCwVbl04O4e5MWfTH