વાંકાનેર શહેર પોલીસ જવાન ઉપર હુમલો કરી નાસી છૂટેલા બે બુટલેગરો વઘાસિયા ગામે વાડામાં છુપાયા હોવાની ચોક્કસ ખાનગી બાતમીને આધારે પોલીસ આરોપીઓને પકડવા ગયેલ હોય પરંતુ પોલીસ આવતી હોવાની જાણ થતાં જ સ્થળ પરથી આરોપીઓ ફરાર થઈ ગયા હતા પરંતુ પોલીસને અહીંથી 218 બોટલ વિદેશી દારૂ મળી આવી હતી જેથી પોલીસે વાડા માલિક વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર સીટી પીએસઆઇ બી.ડી જાડેજા તથા એ.એસ.આઈ હીરાભાઇ તેજાભાઈ મઠીયા તથા પોલીસ હેડ કોન્સ હરપાલસિંહ જયેન્દ્રસિંહ પરમાર તથા પો કોન્સ. કુષ્ણરાજસિંહ પુથ્વીરાજસિંહ ઝાલા તથા અજીતભાઇ ભુરાભાઇ સોલંકી તથા પો.કોન્સ દીવ્યરાજસિંહ દેવેન્દ્રસિંહ ઝાલા સહિતનો સ્ટાફ પોલીસની ફરજમાં રુકાવટ કરી હુમલો કરનાર આરોપી ભુપેન્દ્રસિંહ ઉર્ફે ભુપી મહેન્દ્રસિંહ ઝાલા અને પ્રતિકસિંહ ઉર્ફે પીન્ટુ જનકસિંહ ઝાલાને ઝડપી લેવા કોમ્બિગમાં હાથ ધરવામાં આવ્યું હતું…

જે દરમિયાન પોલીસ હેડ કોન્સ. હરપાલસિંહ જયેન્દ્રસિંહ પરમાર તથા પોલીસ કોન્સ. કૃષ્ણરાજસિંહ પૃથ્વીરાજસિંહ ઝાલા ને બાતમી મળેલ કે બન્ને આરોપીઓ વઘાસીયા ગામની સીમમાં લીલાધરી જવાના રસ્તે ભગીરથસિંહ રઘુભા ઝાલા રહે. વધાસીયા તા.વાંકાનેર જી મોરબી વાળાના ખુલ્લા વંડામાં છુપાયેલ છે જે હકીકત આધારે તાત્કાલીક પોલીસ સ્ટાફ સાથે પહોંયતા કોઇ હાજર મળી આવેલ નહીં બાદ વંડા તપાસ કરતા વંડાની એક તરફના ખુણામાં માટીના ઢગલા નીચે ભારતિય બનાવટના પરપ્રાંતિય ઇંગ્લીશ દારૂની મેકડોવેલ્સ નંબર-૧ સુપરીયર વ્હીસ્કી ઓરીજનલ ફોર સેલ હરીયાણા લખેલ ૭૫૦ મી.લીની કાચની કંપની શીલ પેક બોટલો 218 (કિંમત રૂ. 81,750)નો મુદામાલ મળી આવ્યો હતો…

જેથી આ બાબતે વાંકાનેર સીટી પોલીસે વંડા માલિક આરોપી ભગીરથસિંહ રઘુભા ઝાલા (રહે.વધાસીયા તા.વાંકાનેર જી મોરબી) સામે પ્રોહી કલમ ૬૫-એઇ, ૧૧૬-બી મુજબ ગુનો રજી કરી આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે…

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/DMKrSoCwVbl04O4e5MWfTH

error: Content is protected !!