એક પક્ષ દ્વારા એટ્રોસીટી અને સામા પક્ષ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપતા સામસામી ફરિયાદ નોંધાઇ…

વાંકાનેર તાલુકાના માટેલ ગામે જુના ઝઘડા મુદ્દે બે જૂથ વચ્ચે બઘડાટી બોલી હતી જેમાં બંને પક્ષોએ એકાબીજા સામે વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. બનાવમાં એક પક્ષે એટ્રોસીટી અને સામેના પક્ષે જાનથી મારી નાખવાની ધમકીની ફરિયાદ નોંધાવી છે…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ફરિયાદી બાબુભાઇ છગનભાઇ ચાવડા (ઉ.વ. 30, રહે.માટેલ)એ આરોપી બળદેવભાઇ કેહરભાઇ ઘેણોજા (રહે.માટેલ) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.૪ ના રોજ સવારના સમયે માટેલ ગામે ફરિયાદીના ઘર પાસે આરોપી નંબર પ્લેટ વગરનાં મોટર સાયકલ પર આવી ફરીયાદીની રીક્ષા પાસે ઉભુ રાખી આરોપી તથા ફરીયાદીના કુટુંબીઓને અગાઉ થયેલ ઝગડાનું મનદુઃખ રાખી ફરીયાદીને જેમ ફાવે તેવી ભુંડી ગાળો આપી ફરીયાદીને જાતી પ્રત્યે જાહેરમાં હડધુત કરતાં ફરિયાદીએ આરોપી સામે એટ્રોસીટીની ફરિયાદ નોંધાવી છે….

આ જ બનાવમાં સમાપક્ષે ફરિયાદી બળદેવભાઇ કેશરભાઇ ઘેણોજા (ઉ.વ. 37, રહે.માટેલ)એ આરોપી બાબુભાઇ છગનભાઇ ચાવડા સામે વળતી ફરિયાદ નોંધાવી છે કે, માટેલ ગામે આરોપીના મકાન પાસે જાહેર રોડ ઉપર આરોપીના ભાઇ સાથે ફરીયાદીને અગાઉ ઝગડો થયેલ હોય તેનુ આરોપીએ મનદુ:ખ રાખી ફરીયાદીને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી…

ઉપરોક્ત બંને બનાવમાં વાંકાનેર તાલુકા પોલીસે બંને પક્ષોની સામસામી ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/DMKrSoCwVbl04O4e5MWfTH

error: Content is protected !!