વાંકાનેર તાલુકાના રાજાવડલા ગામ ખાતે આજે સવારે પોતાના ઘરેથી વાડીએ જતા એક વૃદ્ધ પર રસ્તામાં મધમાખીઓના ઝુંડ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, જેથી વૃદ્ધને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના રાજાવડલા ગામ ખાતે રહેતા આહમદભાઈ શેરસીયા(ઉ.વ. ૭૦) નામના વૃદ્ધ આજે સવારે ૯:૩૦ કલાકે પોતાના ઘરેથી વાડીએ જતા હોય ત્યારે રસ્તામાં અચાનક એક મધમાખીઓના ઝુંડ દ્વારા તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં વૃદ્ધને શરીરે મધમાખીઓએ અસંખ્ય ડંખ મારતાં તેમને તાત્કાલિક સારવાર અર્થે વાંકાનેર શહેરની પીર મશાયખ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં હાલ તેમની સારવાર ચાલી હોવાની માહિતી મળી રહી છે….
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/JaNtfP7Okw09RVWit8eWD1