રામપરા વીડી વિસ્તારમાં ચાલતી બેફામ ખનીજચોરી મામલે આરોપીઓના વાહનોની બાતમી આપતા હોવાની શંકાના આધારે વૃદ્ધ પર હુમલો….
વાંકાનેર તાલુકાના રાજાવડલા ગામ ખાતે થોડા દિવસ અગાઉ મારામારીનો બનાવ સામે આવ્યો હતો, જેમાં એક વૃદ્ધ પર સાત શખ્સોએ લાકડી, ધારીયા સહિતના હથિયારો સાથે હુમલો કરી બેફામ માર મારતાં વૃદ્ધને ગંભીર ઈજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જે બનાવનાં મુળમાં રામપરા વીડી વિસ્તારમાં ચાલતી બેફામ ખનીજચોરી હોવાનું જગજાહેર છે, ત્યારે બાબતે આજે વૃદ્ધએ સારવાર બાદ સાત શખ્સો સામે વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના રામપરા વીડી વિસ્તાર પ્રતિબંધિત હોવા છતાં અહીં ખનીજ માફિયાઓ ઘૂસણખોરી કરી બેફામ ખનીજચોરી કરતા હોવાની વાત જગજાહેર છે, જેની સામે કાર્યવાહી કરવા વાંકાનેરના તમામ જવાબદાર તંત્રો નાના પડી રહ્યા છે, ત્યારે થોડા દિવસ અગાઉ આ ખનીજચોરી મામલે વાંકાનેર તાલુકાના રાજાવડલા ગામ ખાતે વાડીએ કામ કરતા વૃદ્ધ પર સાત શખ્સોએ ગેરકાયદેસર મંડળી રચી જીવલેણ હુમલો કર્યો હતો, જે બનાવમાં ઈજાગ્રસ્તે સારવાર બાદ આજે આ મામલે સાત જેટલા ખનીજચોરો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે….
આ મામલે વાંકાનેર તાલુકાના રાજાવડલા ગામે રહેતા ફરિયાદી ગાંડુભાઈ દેવશીભાઈ ગમારા (ઉ.વ. 74)એ વાંકાનેર સીટી પોલીસમાં આરોપી ૧). લાલો ઉર્ફે લાખો સામતભાઈ ગમારા, ૨). વાલો સામતભાઈ ગમારા, ૩). રવિ સામતભાઈ ગમારા, ૪). પરબતભાઈ નારણભાઈ ગમારા, ૫). લાલો નારણભાઈ ગમારા, ૬). વિજય ઉર્ફે હેરી કમલેશભાઈ ગમારા અને ૭). વિપુલ લક્ષ્મણભાઈ ઉર્ફે હકાભાઈ ટોળીયા (રહે. બધા રાજાવડલા) સામે ફરિયાદ નોંધાવી છે કે, આરોપીઓ દ્વારા રામપરા વીડી માટે ગેરકાયદેસર રીતે ખનીજચોરી માટે વાહનો ઘુસાડવામાં આવતા હોય,
જેથી આ મામલે ફરિયાદી તેમના વાહનોની બાતમી આપતા હોવાની શંકાના આધારે આરોપીઓએ ગેરકાયદેસર મંડળી રચી કુહાડી, લાકડી, ધારિયા સહિતના હથિયાર ધારણ કરી ફરિયાદી પર જીવલેણ હુમલો કરી માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી, જેથી આ બનાવમા પોલીસે આરોપીઓ સામે આઇપીસી કલમ 143, 147, 148, 149, 326, 324, 325, 323, 504, 506(2) અને જીપી એક્ટની કલમ 135 હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Lk9VeBiwaWLADeOOKfmVDU