વર્ષો જુની પરંપરા યથાવત…: વાંકાનેર કેન્દ્રમાં ગુજકેટના પરિણામમાં ટોપ-10માં એકસાથે 7-7 વિદ્યાર્થીઓ સાથે વાંકાનેરની ધી મોડર્ન સ્કુલ ફરી અવ્વલ….

0

સમગ્ર વાંકાનેર કેન્દ્રમાં Top-10 સૌથી વધુ 7-7 વિદ્યાર્થીઓ મોડર્ન સ્કુલના, 4 વિદ્યાર્થી જ્ઞાનગંગા સ્કુલના અને 2 વિદ્યાર્થીઓ વી.એસ. શાહ સ્કુલનો….

વાંકાનેર કેન્દ્રમાં દર વર્ષની માફક આ વર્ષે પણ પરિણામોમાં અવ્વલતાની વર્ષો જુની પરંપરા યથાવત રાખી ધોરણ 12 સાયન્સની ગુજકેટ પરીક્ષામાં વાંકાનેરની મોડર્ન સ્કુલના એકસાથે 7-7 વિદ્યાર્થીઓનો કેન્દ્ર Top-10 માં સમાવેશ થયો છે. જેમાં વાંકાનેર કેન્દ્રમાં અત્યાર સુધીના સૌથી વધુ એવા 114.50 ગુણ અને 99.90 PR સાથે પ્રથમ ક્રમે મોડર્ન સ્કુલની વિદ્યાર્થીની શેરસીયા શરમીન મોયુદીનભાઈ આવેલ છે, જે PRની દ્રષ્ટીએ સમગ્ર ગુજરાત બોર્ડમાં દસમાં ક્રમે આવી છે, જે વાંકાનેર કેન્દ્ર માટે ગૌરવની બાબત છે. શરમીનની આ સફળતા માટે તેણે શાળાની સખત મહેનત અને માતા-પિતા તથા દાદાની દેખરેખને કારણરૂપ માને છે. જે એક સામાન્ય ટ્રાવેલ્સનો વ્યવસાય ધરાવતા યુસુફભાઈ શેરસીયા(અક્સા ટ્રાવેલ્સ)ની પૌત્રી છે. હાલ શરમીન શાળાના કોચિંગ હેઠળ આગામી NEET પરીક્ષાની તૈયારી કરી રહી છે, જેમાં પણ તે ઉજ્જ્વળ દેખાવ કરી M.B.B.S માં એડમીશન લેવા પ્રયાસ કરી રહી છે….

સમગ્ર વાંકાનેર કેન્દ્રમાં છઠ્ઠા ક્રમે 106.26 ગુણ અને 99.30 PR સાથે મોડર્ન સ્કુલની વિદ્યાર્થીની ચારોલીયા મહેર અલીઅશગર આવેલ છે, જે તીથવા ગામે આવેલ બ્રિલીયન્ટ સ્કુલના સંચાલક અને અરણીટીંબા ગામના વતની ચારોલીયા અલીઅશગર સાહેબની પુત્રી છે, જે પણ હાલ શાળાના કોચીંગ હેઠળ આગામી NEET પરીક્ષાની તૈયારી કરતા ઉજ્જ્વળ દેખાવ સાથે M.B.B.S માં એડમીશન લેવા ઈચ્છે છે….

સમગ્ર વાંકાનેર કેન્દ્રમાં સાતમાં ક્રમે 104 ગુણ અને 98.96 PR સાથે મોડર્ન સ્કુલના વિદ્યાર્થી ચારોલીયા મહંમદસુજાન શાહબુદિન આવેલ છે, જે અરણીટીંબા ગામની અમીયલભાઈ બાદી હાઈસ્કુલમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતા ચારોલીયા શાહબુદિનભાઈનો પુત્ર છે, જે પણ હાલ શાળાના કોંચીંગ હેઠળ આગામી NEET પરીક્ષાની તૈયારી કરતા ઉજ્જ્વળ દેખાવ સાથે M.B.B.S માં એડમીશન લેવા ઈચ્છે છે…

આમ દર વર્ષની પરંપરા મુજબ આ વખતે પણ વાંકાનેર કેન્દ્રમાં પ્રથમ ક્રમે અને Top-10 માં સૌથી વધુ વિદ્યાર્થીઓ સાથે મોડર્ન સ્કુલના આવતા વાંકાનેરની શિક્ષણપ્રેમી જનતા શાળા પરિવારને શુભેચ્છા પાઠવી રહી છે…

મોડર્ન સ્કુલ તરફથી પોતાની મહેનત મુજબ શ્રેષ્ઠ પરિણામ મેળવનાર તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છા સાથે અભિનંદન પાઠવે છે….