વાંકાનેર તાલુકાના જુના રાજાવડલા ગામે એક મારામારીનો બનાવ સામે આવ્યો છે જેમાં દીકરીની પજવણી કરતા શખ્સને થોડા સમય પહેલા અટકાવતા આ બાબતનો ખાર રાખી યુવતીના પિતા પર ચાર શખ્સોએ પાઇપ અને લાકડી વડે હુમલો કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ વાંકાનેર પોલીસ મથકે નોંધાઇ છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ભોગ બનેલા ભુપતભાઈ લધુભાઈ સાંથલિયા (ઉ.વ. 45, રહે.જુના રાજાવડલા તા.વાકાનેર)એ વાંકાનેર સીટી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે કે આરોપીઓ કિશન તેજા ટોળીયા, રવિ તેજા ટોળીયા, કાળુ તેજા ટોળીયા અને કાના તેજા ટોળીયા (રહે.ચારેય જૂના રાજાવડલા) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે, ફરિયાદીની દીકરી ગીતાને થોડા સમય પહેલાં કિશન તેજા ટોળીયા નામનો આરોપી પજવણી કરતો હતો જે બાબતે ફરિયાદીને આરોપીઓ સાથે બોલાચાલી બાદ જે તે સમયે સમાધાન થઈ ગયું હતું…
સમાધાન થયા બાદ પણ આરોપીઓએ આ બાબતનો ખાર રાખીને ગઈકાલે જ્યારે ભુપતભાઈ રહેણાંક વિસ્તારમાં માવો લેવા જઈ રહ્યા હતા તે દરમિયાન તેમને અટકાવીને કિશન તેજા ટોળીયાએ બોલાચાલી ઝઘડો કર્યો હતો અને બાદમાં ભુપતભાઇને પગના ભાગે લોખંડનો પાઈપ ફટકાર્યો હતો જેથી ભુપતભાઈને ફેક્ચર જેવી ગંભીર ઈજા પહોંચી હતી જ્યારે રવિ તેજા, કાળુ તેજા અને કાના તેજા નામના આરોપીઓએ પણ લાકડી વડે ભુપતભાઈને માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી…
હાલ ભુપતભાઈ કોળીની ફરિયાદ પરથી વાંકાનેર વાંકાનેર શહેર પોલીસે ચારેય આરોપીઓ સામે ફરિયાદ નોંધી આ બાબતે વધુ તપાસ વાંકાનેર શહેર પીએસઆઇ બી. ડી. જાડેજા ચલાવી રહ્યા છે….
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/JzYzUdYXsKc1fp267P5eHs